સુરેન્દ્રનગર જિલ્લામાં બાળ સુરક્ષા અને POCSO અમલીકરણ ડ્રાઈવ હેઠળ જોરાવરનગર પોલીસની પ્રશંસનીય કામગીરી

તા.09/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
રાજ્યભરમાં બાળ સુરક્ષા અને POCSO એક્ટના કડક અમલીકરણ માટે ચલાવવામાં આવી રહેલી ૩૦ દિવસીય વિશેષ ડ્રાઈવ અંતર્ગત જોરાવરનગર પોલીસ સ્ટેશનની ‘SHE TEAM’ અને CWC એ એક સરાહનીય કામગીરી કરી છે રાજકોટથી ઘરેથી નિકળી ગયેલી એક સગીરાને શોધી કાઢી તેનું કાઉન્સેલિંગ કરી હેમખેમ તેના પરિવારને સોંપવામાં આવી છે આ અંગે સુત્રો પાસેથી મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.એમ.રબારીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં તા.૧૬/૦૧/૨૦૨૬ થી તા.૧૫/૦૨/૨૦૨૬ સુધી બાળ સુરક્ષા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્શન પ્લાન મુજબ જોરાવરનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એમ. આર. ગોહિલની ટીમ સતત પેટ્રોલિંગમાં હતી ત્યારે સાંજના સમયે રતનપર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ‘SHE TEAM’ ને રામજી મંદિર પાસે એક બાળ કિશોરી એકાંતમાં ઉભેલી જોવા મળી હતી શંકાસ્પદ જણાતા મહિલા પોલીસ કર્મીઓએ પ્રેમાળ રીતે પૂછપરછ અને કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે આ બાળકી રાજકોટની રહેવાસી છે માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા તે મનદુઃખ અનુભવી ઘરેથી નીકળી બસમાં બેસી સુરેન્દ્રનગર આવી પહોંચી હતી કિશોરીની સુરક્ષાને ધ્યાને રાખી ટીમ તેને તાત્કાલિક પોલીસ સ્ટેશન લાવી હતી અને તેના માતા-પિતાનો સંપર્ક કર્યો હતો મોડી રાત્રે રાજકોટથી આવેલા પરિવારજનો અને કિશોરીનું પોલીસે સમજદારી પૂર્વક કાઉન્સેલિંગ કર્યું હતું અંતે દિકરી અને માતા-પિતા વચ્ચે સુખદ સમાધાન કરાવી બાળકીને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી હતી આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઈ એમ. આર. ગોહિલ સાથે વુમન પોલીસ હેડ કોન્સ્ટેબલ સોનલબેન તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ મિતલબેન જોડાયા હતા.




