DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધાંગધ્રા નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીની છત ચાલુ વરસાદે કાર પર ધરાશાઈ થતાં મોટું નુક્સાન

તા.13/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ફુલેશ્વર મંદિર નજીક આવેલી નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીની બીજા માળની છત ચાલુ વરસાદે ફોરવીલ ગાડી પર છત પડી હતી જેમાં ફોરવીલ ગાડીમાં મોટું નુકસાન અને આજુ બાજુ વિસ્તારના લોકો દોડી આવ્યા હતા અને જોતા મકાનની છત ધરાસાય થઈ હતી જેમાં મોટી જાનહાની થતા ટળી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીની છત લાંબા સમયથી જર્જરિત બની ગયું છે અને સામાજિક કાર્યકરો અને વિસ્તારના લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું નથી જેમાં જર્જરીત છત હોવાના કારણે ધાંગધ્રા શહેરી વિસ્તારમાં શનિવારે બપોરે ના સમય વરસાદ વરસી હતો ત્યારે નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીની બીજા માળની છત જર્જરીત હોવાથી વરસાદના લીધે છત ફોરવીલ ગાડી પર ધરાશાય થઈ હતી જેમાં આજુ બાજુ વિસ્તારના લોકો દોડી આવ્યા હતા અને જોતા બીજા માળની છત ફોરવીલ ગાડી પર ધરાસાય હતી ત્યારે ધ્રાંગધ્રા નગરપાલીકા દ્વારા આવા જુના મકાનોને નોટિસ આપી અને જ્જરિત હાલત હોય તેવા મકાનોની છત દીવાલ ઉતારી લેવીજોય જેમાં વરસાદી માહોલમાં જૂના મકાન ધરાસ્ય જવાની ભીતિ રહેતી હોય છે જેમાં આ વિસ્તારમાં મેઇન રોડ હોવાના કારણે લોકોને જીવના જોખમે રસ્તામાંથી પસાર થવું પડતું હોય છે જેમાં વિસ્તારના લોકોની માંગ છે કે પાલિકા દ્વારા તત્કાલીક નોટિસ આપીને કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા છત ઉતારવાની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે.

Back to top button
error: Content is protected !!