GUJARATJETPURRAJKOT

Rajkot: “આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ” ઉજવણી અન્વયે જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા તાલુકાનો સંયુક્ત “કિશોરી મેળો” જેતપુર ખાતે યોજાયો

તા.૧૨/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: “આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ”ની ઉજવણી અન્વયે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી અને આઈ.સી.ડી.એસ. શાખાના ઉપક્રમે “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજના તથા “પૂર્ણા યોજના” હેઠળ “સશકત કિશોરી સુપોષિત ગુજરાત” થીમ આધારિત રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા તાલુકાનાં સંયુક્ત”કિશોરી મેળા”નું આયોજન રોટરી મીડ ટાઉન હોલ, જૂનાગઢ રોડ, જેતપુર ખાતે કરવામાં આવ્યું હતું.

આ મેળામાં કિશોરીઓને પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ, કાયદાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળ પર કિશોરીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માહીતગાર કરતાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, સરકારી બેંક અને પોસ્ટ ઓફીસ, શ્રમ અને રોજગાર વિભાગ, ગૃહ વિભાગ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, શિક્ષણ વિભાગ,આરોગ્ય વિભાગ સહિતના જુદી જુદી કચેરીઓના સ્ટોલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં યોજનાકીય માહિતી તથા પેમ્પ્લેટ વિતરિત કરવામાં આવ્યા હતા. મિલેટ્સમાંથી બનાવેલી જુદી જુદી વાનગીઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ “બેટી બચાઓ બેટી પઢાઓ” પ્રતિજ્ઞા અને સિગ્નેચર ડ્રાઈવનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા હિમોગ્લોબીન, બી.એમ.આઈ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એનિમિયા તપાસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જરૂર જણાયે સારવાર તથા આર્યનની ગોળીઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. કિશોરીઓએ રાખવાની થતી આરોગ્ય વિષયક કાળજીઓ, સ્વચ્છતા, મમતા તરૂણી દિવસ તથા કિશોરીઓ અને બાળકોને લગતી વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી, કારોબારી ચેરમેન તાલુકા અને નગર પાલિકાના અન્ય પદાધિકારીઓ, તાલુકાના સભ્યો, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનિબેન દવે, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન નાથજી, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી સીમાબેન શિંગાળા, તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ.એન ભાસ્કર, સી.ડી.પી.ઓ.શ્રી પાયલબેન ઓઝા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.કુલદીપ સાપરીયા, બાળ સુરક્ષા, સમાજ સુરક્ષા, શિક્ષણ વિભાગ, આરસેટી એસ.બી.આઇ., ૧૮૧ મહિલા અભયમ ટીમ, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમેન – DHEW ની ટીમ સહિતના સંબંધિત વિભાગના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, આંગણવાડી કાર્યકરો તથા જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા તાલુકાની ૪૫૦ થી વધુ કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!