ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવતાં જિલ્લા કલેક્ટર અને પોલીસ પોલીસ અધિક્ષક
વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ-૧૦નાં બોર્ડનાં પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરાયા

તા.26/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ-૧૦નાં બોર્ડનાં પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરાયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની વાર્ષિક પરીક્ષાઓનો આજથી રાજ્યભરમાં પ્રારંભ થયો છે આ અવસરે સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પરીક્ષાઓ યોજાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને રૂબરૂ મળી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી વઢવાણની વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સવારે જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિક અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓએ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી વિદ્યાર્થીનીઓનું મોં મીઠું કરાવી અને ફૂલ આપી સ્વાગત કર્યું હતું કલેક્ટરએ વિદ્યાર્થીઓને આત્મ વિશ્વાસ સાથે, કોઈપણ પ્રકારના ડર રાખ્યા વગર પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા એસ.પી. પ્રેમસુખ ડેલુએ પણ કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા સાથે નિર્ભય બની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે, સમગ્ર જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ પરીક્ષાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે પાણી અને બેઠક વ્યવસ્થાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે વાલીઓએ પણ તંત્રના આ પ્રોત્સાહક અભિગમને બિરદાવ્યો હતો.




