લખતર તાલુકાનાં પરિવારને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુકત કરાવતા જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ

તા.10/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વચલી ફળી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા ખાવડીયા પરિવારના 16 ભાઈની વારસાગત 18 વીઘા જમીન પચાવી પાડવા તેમજ ઊંચા વ્યાજની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વ્યાજખોરોના ત્રાસમાંથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ગણતરીના દિવસોમાં મુક્તિ અપાવી ન્યાયનો દાખલો બેસાડ્યો છે આ જટિલ પ્રશ્નનો સફળતાપૂર્વક નિકાલ આવતા પીડિત અરજદારો દ્વારા જિલ્લા પોલીસ વડાનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગતો મુજબ લખતર ખાતે આવેલી આશરે 18 વીઘા વારસાગત જમીન અગાઉ એક પાર્ટીએ કરસનભાઈ ખાવડીયાની વૃદ્ધાવસ્થાનો લાભ લઈ દસ્તાવેજ કરાવી લીધી હતી જે બાદમાં કોર્ટ કેસ દ્વારા પાછી મેળવાઈ હતી તે સમયે સમાધાન પેટે 14 લાખ ચૂકવવા માટે મણિપુરના બચુભાઈ પટેલ, મુસ્તકભાઈ અને નોરગામના ગાભાજી ઠાકોરે મધ્યસ્થી રાખી રકમ અપાવી હતી પરંતુ હાલ જમીનના ભાવ વધતા આ શખ્સો 14 લાખ ઉપરાંત 10 વર્ષનું મસમોટું વ્યાજ માંગી જમીન સસ્તામાં લખી આપવા દબાણ કરતા હતા તમામ 16 ભાઈ ગરીબ હોવાથી આ આતંક સામે લાચાર હતા આખરે આ મામલે લખતર પોલીસ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સમક્ષ ન્યાયની ગુહાર લગાવવામાં આવી હતી એસપી દ્વારા આ કિસ્સામાં ત્વરિત કડક પગલાં ભરી ગરીબ શ્રમિક પરિવારોને ન્યાય અપાવવામાં આવ્યો છે વર્ષો જૂની પીડા અને આતંકમાંથી મુક્તિ મળતા ખાવડીયા પરિવારે પોલીસ તંત્રનો આભાર માની જીલ્લા પોલીસ વડાનું સન્માન કર્યું હતું.




