સંતરામપુર એસટી ડેપોમાં મહિલા કંડકટરે દેખાડી બહાદુરી:

સંતરામપુર એસટી ડેપોમાં મહિલા કંડકટરે દેખાડી બહાદુરી:
રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર….
પર્સ ચોરીને ભાગી રહેલા શખ્સને પીછો કરીને સંતરામપુર ના ગાજી ફળિયાં વિસ્તાર માંથી પકડી પાડી પોલીસના હવાલે કર્યો.
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) અંતર્ગત ફરજ બજાવતા બીલીમોરા એસટી ડેપોની મહિલા કંડકટરે આજે આશ્ચર્યજનક બહાદુરી દાખવી હતી. સેવા દરમિયાન એક મુસાફર દ્વારા સંતરામપુર એસટી ડેપોમાંથી તેમના પર્સની બસ માંથી ચોરી કરીને લઇને ભાગી ગયો હતો. આ મહિલાએ હિંમત બતાવી પસૅ ચોરી કરનાર નો પીછો કરી ને તેને પકડી પાડ્યો અને ઘટના સ્થળે તેને મેથી પાક ચખાડ્યો હતો.
મહિલા કંડકટરે 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી અને સંતરામપુર પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને મહિલા કન્ડક્ટર ને પસૅ ચોરનાર ઈસમ ને પોલીસ મથકે લઇગયેલ. સમગ્ર ઘટનાની જાણ થતાં બસ સ્ટેન્ડ પર અને ઘટના સ્થળે સ્થાનિક લોકોનું ટોળું મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું અને બહાદુર મહિલા કન્ડક્ટર ની સૌકોઈ પ્રશંસા કરતાં જોવા મળતાં હતાં.
આ ઘટનામાં પોલીસે મહિલા કન્ડક્ટર ની લેખિત અરજી લ ઈને તપાસ હાથ ધરેલ જોવા મળે છે.





