SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ તાલુકાના દેદાદરા ગામે નાયબ મુખ્ય દંડકના અધ્યક્ષસ્થાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો

સરકાર દ્વારા બાળકના જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી

તા.19/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સરકાર દ્વારા બાળકના જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી

આજે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દેદાદરા ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો હતો આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન હેઠળ આગામી તા. 2 ઓક્ટોબર સુધી મહિલાઓ માટે તબીબી તપાસ, આરોગ્ય કેમ્પો અને વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પો દ્વારા મહિલાઓને તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે જાગૃત કરવામાં આવશે અને જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવશે મહિલા એ પરિવારનું હૃદય છે તેમનું સ્વાસ્થ્ય અને સશક્તિકરણ એ ફક્ત તેમની વ્યક્તિગત સફળતા નથી પરંતુ એક સ્વસ્થ, સમૃદ્ધ અને સશક્ત સમાજનો આધાર છે આ અભિયાન દ્વારા સરકારે મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી છે આરોગ્ય લક્ષી યોજનાઓ વિશેની જાણકારી આપતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આયુષ્માન ભારત યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવે છે આ યોજના ખાસ કરીને ગંભીર બીમારીઓની સારવાર માટે એક વરદાન સાબિત થઈ છે આ ઉપરાંત, બાળકના જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિના આરોગ્યની સુરક્ષા કરવાનો છે આ યોજનાઓ દ્વારા આર્થિક સ્થિતિને લીધે કોઈનું સ્વાસ્થ્ય નબળું ન પડે તેની સરકારે તકેદારી રાખી છે ઉપસ્થિત તમામ લોકોને અનુરોધ કરતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય કેમ્પોમાં ભાગ લઈને તમારી તબીબી તપાસ કરાવી સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી આ સેવાઓનો મહત્તમ ઉપયોગ કરો આપણે બધાએ સાથે મળીને એક એવો સમાજનું નિર્માણ કરવું છે જયાં જ્યાં દરેક મહિલા સ્વસ્થ, સશક્ત અને આત્મનિર્ભર હોય કાર્યક્રમના અંતમાં પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે અગ્રણી જયેશ પટેલ, ધીરુભાઈ સિંધવ, આરોગ્યના અધિકારી કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!