SURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના લોકાર્પણ કાર્યક્રમો યોજાશે.

તા.09/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લામાં કુલ ૧,૭૭૭ આવાસોનું લોકાર્પણ કરાશે.આજે તા.૧૦ ફેબ્રુઆરીના રોજ રાજ્યના ૩૩ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સંકલિત આવાસ યોજનાઓના આવાસોના ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનાર છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના ડીસા ખાતે યોજાનાર છે જેમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવવામાં આવશે સમગ્ર રાજ્યની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે ૧૦મી ફેબ્રુઆરીના રોજ ચોટીલા, ધ્રાંગધ્રા, દસાડા, લીંબડી અને વઢવાણ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના વિવિધ આવાસોના લોકાર્પણ કાર્યક્રમો યોજાશે જે અંતર્ગત ચોટીલા વિધાનસભાનો કાર્યક્રમ એ.પી.એમ.સી. ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભાનો કાર્યક્રમ એ.પી.એમ.સી. હળવદ, દસાડા વિધાનસભાનો કાર્યક્રમ સુરજમલજી હાઇસ્કુલ પાટડી, લીંબડી વિધાનસભાનો કાર્યક્રમ એ.પી.એમ.સી. સાયલા અને વઢવાણ વિધાનસભાનો કાર્યક્રમ મંગલભુવન વઢવાણ ખાતે યોજાશે વઢવાણ વિધાનસભાના કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ચોટીલા ખાતેના કાર્યક્રમમાં ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, ધ્રાંગધ્રા વિધાનસભા કાર્યક્રમ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દસાડા વિધાનસભા કાર્યક્રમમાં ધારાસભ્ય પી.કે.પરમાર અને લીંબડી વિધાનસભા કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૧,૭૭૭ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!