સાયલા હાઇવે પર 4 હોટલોના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા, કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ

તા.30/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નેશનલ હાઈવે ઉપરની સરકારી જમીન/ગૌચરમા ગેરકાયદેસર બાંધકામ કરેલ ઈસમોની હોટલો/ઢાબાઓ તોડી આશરે ૧૦૫૦૦ ચોરસ મીટર જગ્યા ઉપરનુ બાંધકામ/હોટલો દુર કરવામાં આવી છે તાજેતરમા ગુજરાત સરકાર તેમજ પોલીસ વિભાગ ગુજરાત રાજ્ય તરફથી અસામાજીક ગેરકાયદેસર પ્રવૃતી આચરતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તેમજ સરકારી/ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ દુર કરવા અંગેની જુંબેસ ચાલુ હોય અને સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે નં-૪૭ ઉપર આવેલ સરકારી/ગૌચર જમીન ઉપર સરકારની કોઈ પણ જાતની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે હોટલો/ઢાબાઓ બનાવી ગેરકાયદેસર દબાણ ઉભુ કરી અસામાજીક પ્રવ્રુતી ચલાવતા હોવાનું જણાઈ આવેલ હોય જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સુ.નગર નાઓની સુચના આધારે તેમજ વી. એમ. રબારી નાયબ પોલીસ અધિક્ષક લીંબડી ડીવી નાઓની આગેવાની હેઠળ અમો ડી.ડી. ચુડાસમા તથા સાયલા મામલતદાર તથા સાયલા પો.સ્ટાફ નાઓ સાથે સાયલા તાલુકાના વખતપર ગામના બોર્ડ પાસે સરકારી સર્વે નં-૩૯૬ ઉપર આવેલ ગોપાલ ઢાબા ઉપર ડીમોલીશન કાર્યવાહી કરી આશરે ૨૦૦૦ ચો.મી જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવેલ છે તેમજ વખતપર સરકારી સર્વે નં-૩૯૬ ઉપર વલકુભાઈ ઉર્ફે જકાભાઈ કાઠી નાઓની હોટલ ઉપર ડીમોલીશન કાર્યવાહી કરી આશરે ૩૦૦૦ ચો.મી જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવેલ છે તેમજ વખતપર બોર્ડ જેટકો નજીક આવેલ જય માતાજી હોટલ સરકારી સર્વે નં-૧૫૨ ઉપર ગે.કા. બાંધકામ વાળી જય માતાજી હોટલ ઉપર ડીમોલીશન કાર્યવાહી કરી આશરે ૧૪૦૦ ચો.મી જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવેલ છે તેમજ સાયલા સીમ સરકારી સર્વે નં-૨૦૩૦ પૈકીની જમીન ઉપર આવેલ ક્રીષ્ના કાઠીયાવાડી હોટલનુ ગે.કા. બાંધકામ અને દબાણ દુર કરી આશરે ૪૦૦૦ ચો.મી જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવી એમ કુલ આશરે ૧૦૫૦૦ ચોરસ મીટર સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.




