ધ્રાંગધ્રામાં પવીત્ર રમજાન માસમાં નાના ભલકાએ રોઝુ રાખીને અલ્લાહની ઈબાદત કરી

તા.07/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રામાં રહેતા મુસ્લિમ સમાજના નાના ફૂલ જેવા નાના બાળકી ફલક ઈદ્રીસભાઈ વર્ષ 6 એ પવિત્ર રમજાન માસ નિમિત્તે રાખવામાં આવતા રોજા રાખી અને રમઝાન માસમાં અન્ય લોકોને તેમજ ખાસ કરીને મોટા વડીલોને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કરી અને રોજા રાખ્યા હતા ધ્રાંગધ્રા શહેરના આ નાના ભૂલકા દ્વારા પવિત્ર રમજાન માસ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકો જે રીતે રોજા રાખે છે અને રોજા ખોલે છે તે મુજબ વહેલી સવારે રોજા રાખ્યા હતા અને સાંજના સમયે રોજા ખોલી અલ્લાહની ઈબાદત કરી દુઆઓ કરી હતી વર્તમાન સમયની અંદર મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે આ રમજાન માસ નિમિત્તે મુસ્લિમ સૌ કોઈ લોકો રોજા રાખી અને દુઆ કરતા હોય છે રમજાન દરમિયાન રોઝા રાખનાર વ્યક્તિઓ વહેલી સવારથી નિશ્ચિત સમયે રોજો રાખી દે છે અને સાંજના સમયે તેમના નિશ્ચિત સમયે રોજો ખોલી નાખતા હોય છે આ કામગીરીથી પ્રભાવિત થઈ અને ધ્રાંગધ્રા શહેરના મુસ્લિમ સમાજના ફૂલ જેવા બાળકી ફલક ઈદ્રીસભાઈ વર્ષ 6 એ પણ આવા ઉનાળાના સમયની અંદર પણ પવિત્ર રમજાન માસ નિમિત્તે રોજા રાખી અને અન્ય લોકોને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કર્યું હોય તેવું પરિવારના સભ્યોએ જણાવ્યું છે આ રમઝાન માસ હાલની પરિસ્થિતિમાં ઉનાળા માસ દરમિયાન આવ્યો છે ઉનાળામાં લોકો પાણી પીધા વગર પણ નથી રહી શકતા ત્યારે આવા સમયે આ નાના ફૂલ જેવા બાળકોએ રોજા રાખી સૌ કોઈ મોટા વ્યક્તિઓને પણ પ્રેરણા સ્વરૂપ કાર્ય કરી બતાવ્યું છે.



