સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.19/08/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વિક્રમ રબારીએ ખેડૂતોના દેવા માફી માટે સરકારને ચીમકી આપી, સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ વિસ્તારમાં ખેડૂતોના લાંબા સમયથી પડતર પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોના હકો અને માંગણીઓ અંગે જનચેતના ફેલાવવાનો હતો યાત્રાના સમાપન પ્રસંગે ખેડૂત નેતા વિક્રમભાઈ રબારીની આગેવાની અને ઉપસ્થિતિમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો અને કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા આ રેલીમાં અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં પાક વીમાની બાકી ચુકવણી, વીજળીની અછત, સિંચાઈ માટે પાણીની સુવિધાનો અભાવ, ખેડૂતોના દેવા અને સરકારની ખેડૂત વિરોધી નીતિઓનો વિરોધ વ્યક્ત થયો હતો ખેડૂત નેતા વિક્રમભાઈ રબારીએ પોતાના ઉગ્ર સંબોધનમાં સરકારને ચેતવણી આપી હતી તેમણે જણાવ્યું કે આ અવાજ માત્ર ઝાલાવાડનો નથી પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોનો છે જો સરકાર દ્વારા આ મુદ્દાઓ પર તાત્કાલિક અને હકારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો અમે રાજ્ય વ્યાપી ઉગ્ર આંદોલન છેડીશું આ યાત્રા દ્વારા કોંગ્રેસે ફરી એકવાર ખેડૂતો સાથે પોતાની પ્રતિબદ્ધતાને દૃઢ કરી છે અને આગામી સમયમાં ખેડૂતોના હક્કો માટે વધુ ઉગ્ર લડત ચલાવવાની જાહેરાત કરી છે.