સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં દર્દીઓને બ્લડબેંકમાં નિઃશુલ્ક લોહીની બોટલો મળી રહેતા આનંદ ફેલાયો.
ગાંધી હોસ્પિટલની બ્લડ બેન્ક અસંખ્ય દર્દીઓ માટે આશિર્વાદરૂપ બની

તા.07/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગાંધી હોસ્પિટલની બ્લડ બેન્ક અસંખ્ય દર્દીઓ માટે આશિર્વાદરૂપ બની, સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં આવતા દર્દીઓને બ્લડબેંકમાં નિઃશુલ્ક લોહીની બોટલો મળી રહેતા દર્દીઓ તેમજ તેના પરિવારમાં આનંદ ફેલાયો હતો હાલ આ બેંકમાં 51 બોટલ ઉપલબ્ધ હોવાની વિગતો બહાર આવી છે અનેક દર્દીઓ માટે આ બેંક આશિર્વાદ સમાન બની છે સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી સરકારી ગાંધી હોસ્પિટલમાં શહેરી તેમજ ગ્રામ્ય પંથકના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર લેવા આવે છે ત્યારે દરરોજ અંદાજે 500થી વધુ ઓડીપી નોંધાય છે પરંતુ લોહિ ન મળવાથી દર્દી સાથે પરિવારજનોમાં પણ દોડધામ સાથે હતાશા ફેલાય છે રૂપિયા દઇને અન્ય સ્થળોએથી લોહીની વ્યવસ્થા પરિવારજનોને કરવી પડે છે ત્યારે આ ગાંધી હોસ્પિટલમની બ્લડ બેંકમાંથી જ ગરીબ તેમજ જરૂરીયાતમંદ, સર્ગભા સહિતના દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવતા લોકોમાં આનંદ ફેલાયો હતો આ હોસ્પિટલમાં શહેરી તેમજ ગ્રામ્ય પંથકમાંથી દર્દીઓ આવતા હોવાથી લોહીની જરૂરીયાત રહે છે ત્યારે હાલ આ હોસ્પિટલમાં 51 જેટલી બ્લડની બોટલોનો સ્ટોક હોવાની વિગતો બહાર આવી હતી જેમાં બી પોઝીટીવ-23, ઓ પોઝીટીવ 16, એ પોઝીટીવ 10, એ નેગેટીવ 1 અને બી નેગેટીવ 1 સહિત 51 બોટલોનો સ્ટોક છે બ્લડ ડોનેશનથી શરીરમાં લોહીની અછત થાય તે ગેરમાન્યતા છે આ અંગે ગાંધી હોસ્પિટલના પેથેલોજિસ્ટ વર્ગ-1, ડો. હર્ષદ પ્રજાપતિએ જણાવ્યું કે હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીને લોહી માટે કોઇ મુ્શ્કેલી પડે તે માટે કાર્યવાહી કરાઇ છે અને જો બેંકમાં લોહી ઉપલ્બ્ધ ન હોય તો લાઇફલાઇન અને સી. યુ. શાહ હોસ્પિટલમાંથી પણ દર્દી મેળવી શકે તે માટે એમઓયુ કરાયા છે અને આ બલ્ડ તદ્દન નિઃશુલ્ક રીતે દર્દી મેળવીને ગાંધી હોસ્પિટલમાં સારવાર લઇ શકે છે બીજી તરફ બ્લડ ડોનેશનને લઇને લોકોમાં ગેરમાન્યતા રહેલી હોય છે ત્યારે એક યુનિટ બ્લડ ડોનેશનથી દર્દીને નવજીવન આપવાનું પૂણ્યનું કાર્ય છે આથી ત્રણ ચાર મહિને બ્લડ ડોનેશન કરવુ જોઇએ બલ્ડ ડોનેશનથી શરીરમાં લોહીની અછત થાય તે ગેરમાન્યતા છે.




