સુરેન્દ્રનગરમાં ધારાશાસ્ત્રી દિપેન દવેએ બાર કાઉન્સીલની ચૂંટણીમાં સતત ત્રીજીવાર વિજય મેળવતા ભવ્ય સન્માન કરાયું.

તા.09/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના જાણીતા ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય એડવોકેટ દીપેનભાઈ દવેએ બાર કાઉન્સિલની ચૂંટણીમાં સતત ત્રીજી વખત વિજય મેળવ્યો છે તેમના આ વિજયને વધાવવા માટે ટૂંક સમયમાં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત બ્રહ્મ સમાજ અને વકીલ મિત્રો દ્વારા આયોજિત આ કાર્યક્રમ શનિવાર, 11 એપ્રિલ, 2026ના રોજ સાંજે 6ઃ30 કલાકે દુધરેજ સ્થિત ‘ત્રિવેણી પાર્ટી પ્લોટ’ ખાતે યોજાશે આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારનું અભિવાદન કરશે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, વર્ષાબેન દોશી અને હાર્દિકભાઈ ટમાલીયા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે સન્માન સમારોહની સાથે મનોરંજન માટે ‘યે શામ મસ્તાની’ શીર્ષક હેઠળ ફિલ્મી ગીતોની મહેફિલનું પણ આયોજન કરાયું છે જેમાં ભગીરથ ભટ્ટના સંગીત સાથે મહેમાનો સુરમય સાંજનો આનંદ માણી શકશે એડવોકેટ દીપેન દવે સન્માન સમિતિ દ્વારા જાહેર જનતા અને સ્નેહીજનોને પરિવાર સહિત પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે કાર્યક્રમના અંતે સ્વચિ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.




