શાખપુર(લાઠી)માં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું ઉદ્ઘાટન

તા.28/01/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત પુસ્તકાલયનું તા.૨૭/૧/૨૫ સોમવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પુસ્તકાલયમાં ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં લાઠી તાલુકાના યુવાનોને કેન્દ્રમાં રાખીને એ પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે આ પુસ્તકાલયનું ઉદ્ઘાટન હીપાવડલીનાં લટુરીયા હનુમાનજી આશ્રમના સંત પૂજ્ય જશુબાપુએ કરેલું હતું તેમજ વડોદરાના માર્ગીસ્મિત સ્વામી મુખ્ય અતિથિ હતા તદુપરાંત દર્શન વિદ્યાલય રતનપરનાં સંચાલક શ્રી મહેશભાઈ કાનાણી, જાણીતા ઉદઘોષક અને શિક્ષણવિદ ભરતભાઈ દેવૈયા, લાઠીના અગ્રણી હર્ષદભાઈ પંડયા, સરપંચ જશુભાઈ ખુમાણ, તાલુકા પંચાયત સદસ્ય બાબુભાઈ ખુમાણ, આચાર્ય સુનિલભાઈ ગોયાણી, સંનિષ્ઠ શિક્ષક પાર્થ તેરૈયા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ડો. જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત આ નવમું પુસ્તકાલય છે.




