ANANDANAND CITY / TALUKOANKLAVGUJARAT

આણંદ ખાતે સરકારની વિવિધ યોજનાઓની સમિક્ષા કરતાં જિલ્લા પ્રભારી સચિવ મોહમ્મદ શાહિદ

આણંદ ખાતે સરકારની વિવિધ યોજનાઓની સમિક્ષા કરતાં જિલ્લા પ્રભારી સચિવ મોહમ્મદ શાહિદ

તાહિર મેમણ – આણંદ – 22/01/2024 – :આણંદ સર્કિટ હાઉસ ખાતે આણંદ જિલ્લાના પ્રભારી સચિવશ

મોહમ્મદ શાહિદે આણંદ જિલ્લામાં અમલી વિવિધ યોજનાઓમાં થયેલ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા કરી હતી.

 

આણંદ જિલ્લામાં અમલી વિવિધ યોજનાઓમાં થયેલ કામગીરી અંગે પ્રભારી સચિવને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વાકેફ કરવામાં આવ્યા હતા. આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન થયેલ કામગીરી આ દરમિયાન આપવામાં આવેલ નવા આયુષ્માન કાર્ડ, નલ સે જલ યોજના, ટીબી સ્ક્રિનિંગની કામગીરી ઉપરાંત વિવિધ યોજનાઓ વિકસિત ભારત યાત્રા દરમિયાન લાભ આપવામાં આવ્યા તેની જાણકારી પણ પ્રભારી સચિવને આપવામાં આવી હતી.

 

પ્રભારી સચિવ મોહમ્મદ શાહિદને આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કરવામાં આવેલ કામગીરી ઉપરાંત આરોગ્ય, પશુપાલન, ખેતી, પુરવઠા અને બેન્કિંગ સહિતની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા. તેમણે ભારત સરકારની વિવિધ યોજનાઓના નાગરિકોને આપવામાં આવેલ લાભોથી પ્રભારી સચિવએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને અધિકારીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!