SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

જોરાવરનગર પોલીસે ખોડુ સુરેન્દ્રનગર રોડ પરથી પશુની હેરાફેરી કરતા 3 શખ્શોને દબોચી લીધા

તા.18/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામે પીકઅપમાં પશુઓ લઈ જવાતા હોવાની બાતમીને આધારે જાગૃત નાગરીકોએ વોચ રાખી હતી જેમાં ત્રણ શખ્સોને પશુઓની ગેરકાયદેસર હેરફેર સબબ ઝડપી લઈ પોલીસના હવાલે કરાતા તેમની સામે જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે વઢવાણ તાલુકાના ખોડુ ગામે રહેતા 28 વર્ષીય મનીશભાઈ નાથુભાઈ આલ પશુપાલન કરે છે અને મોબાઈલની દુકાન ધરાવે છે તા. 16-9ના રોજ રાત્રે અંકેવાળીયાના મારગે કાંકરીના ઢગલા પાસે બોલેરો પીકઅપમાં 3 શખ્સો પશુઓ ભરીને સુરેન્દ્રનગર તરફ જનાર હોવાની તેઓને માહીતી મળી હતી આથી મહેશ આલ, મનસુખભાઈ બરીપા, જયદીપ ખટાણા, કમલેશ સોલંકી સહિતનાઓને સાથે રાખી તેઓએ ખોડુ રોડ પર વોચ રાખી હતી જેમાં પશુઓ ભરેલ પીકઅપ નીકળતા થોભાવી તપાસ કરતા તેમાં 2 પાડા અને 1 પાડી ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર ક્રુર રીતે દોરડાથી બાંધેલા હતા આથી મનીશભાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા જોરાવરનગર પોલીસ મથકના બીટ જમાદાર શૈલેષભાઈ કૈલા સહિતનાઓ થોડીવારમાં પહોંચ્યા હતા અને પીકઅપના ચાલક વાડલાના દાના અણદાભાઈ ભુંડીયા, ખોડુના રોહીત વીનોદભાઈ સાઠમીયા અને બાબુ જોરૂભાઈ માથાસુરીયાને પશુઓને કયાં લઈ જાવ છો તેમ પુછતા તેઓ સરખો જવાબ આપી શકયા ન હતા આ ઉપરાંત તેમની પાસે પશુની હેરફેરનો કોઈ દાખલો પણ હતો નહી આથી ત્રણેયની ધરપકડ કરી તેઓની સામે જોરાવરનગર પોલીસ મથકે પશુઓ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાના અધીનીયમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!