વઢવાણ મેળાના મેદાન ખાતે યોજનાર જન્માષ્ટમી લોકમેળા માટે ભૂમિ પૂજન કરાયું.
મેળામાં લોકો માટે વિવિધ પ્રકારના મનોરંજન, ખાણી પીણી, રાઈડ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વ્યવસ્થા

તા.06/08/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મેળામાં લોકો માટે વિવિધ પ્રકારના મનોરંજન, ખાણી પીણી, રાઈડ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વ્યવસ્થા
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં યોજાનારા પરંપરાગત લોક મેળાની તૈયારીઓનો મંગળવારના રોજ ભૂમિપૂજન કાર્યક્રમ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર નવનાથ ગવાણે અને બાવળીયા ગ્રુપના પ્રમુખ પ્રવિણસિંહ રાઠોડના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ભૂમિપૂજન સાથે જ મેળાના આયોજનની ઔપચારિક શરૂઆત થઈ ગઈ છે.મ આ પ્રસંગે ડેપ્યુટી કમિશનર ચાવડા, કટારા, ટાઉન પ્લાનિંગના સ્વપ્નિલ , બાવળીયા ગ્રુપના અન્ય સભ્યો, નગરપાલિકાના સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે લોક મેળાના આયોજકોએ જણાવ્યું કે આ વર્ષે મેળામાં લોકો માટે વિવિધ પ્રકારના મનોરંજન, ખાણી-પીણી, રાઈડ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વ્યવસ્થા કરવામાં આવશે મેળાનું આયોજન વઢવાણ અને આસપાસના વિસ્તારોના લોકોને આકર્ષવા માટે કરવામાં આવ્યું છે અને આ ભૂમિપૂજન બાદ ટૂંક સમયમાં જ મેળાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે આગામી દિવસોમાં આ મેળાને ભવ્ય અને યાદગાર બનાવવા માટે તંત્ર અને આયોજકો દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવશે જ્યારે લોકમેળામાં 12 મોટી રાઈડ્સ, 14 નાના બાળકો માટેની રાઈડ્સ હાથ વડે ચલાવવાની, 9 આઈસ્ક્રીમ સ્ટોલ, 80 અન્ય સ્ટોલ અને 10 લારી વાળા વેપારી સાથે-સાથે સેલ્ફી પોઈન્ટ, 2 વૉચ ટાવર અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટેના સ્ટેજ સહિતની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.





