DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રા ઉપન્યાસ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આ ઘટનામાં જીવ ગુમાવનારા તમામ યાત્રીઓની આત્માને ભગવાન શાંતિ અર્પે તે માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી

તા.13/06/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કરેલ ફ્લાઇટ અમદાવાદથી લંડન શહેર જઈ રહ્યું હતું જે વિમાન ટેક ઓફ થતા સાથે જ ક્રેશ થવા પામ્યું હતું જેમાં ૨૪૨ યાત્રીઓ ફ્લાઇટ પર મુસાફરી કરી રહ્યા હતા પ્લેન ક્રેશ થવાથી ઘણા બધા યાત્રીઓએ તેમના જીવ ગુમાવ્યા હતા આ જ ફ્લાઇટ માં આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહેબ વિજયભાઈ રૂપાણી સાહેબે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો ધ્રાંગધ્રા ઉપન્યાસ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષકો દ્વારા આ ઘટનામાં જીવ ગુમાવનારા તમામ યાત્રીઓ ની આત્મા ને ભગવાન શાંતિ અર્પે તે માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને મૌન રાખી દરેક યાત્રી માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી કે યાત્રીઓના પરિવારજનોને આ દુઃખભરી ક્ષણોમાં હિંમત આપે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વર્ગસ્થ યાત્રીઓ માટે શોક સંદેશ આપવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!