SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરના વિકાસ કાર્યોની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ અને સમીક્ષા કરતાં શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા

શહેરી વિકાસ કાર્યોની ગુણવત્તા અને સમયબદ્ધતા પર ભાર મુકાયો

તા.14/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

શહેરી વિકાસ કાર્યોની ગુણવત્તા અને સમયબદ્ધતા પર ભાર મુકાયો

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ આજે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મંત્રીએ શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા અને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું મંત્રીએ વિકાસ કાર્યોની ગુણવત્તા અને સમયસર પૂર્ણતા સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મંત્રી દર્શનાબેન વાઘેલાએ તેમની નિરીક્ષણ મુલાકાત દરમિયાન મહત્ત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી સૌપ્રથમ, તેમણે રાજકોટ હાઈવે રોડ પર થયેલા કામનું નિરીક્ષણ કર્યું હતું આ રોડ શહેરના ટ્રાફિકને હળવો કરવામાં અને જિલ્લાની આંતર- કનેક્ટિવિટી સુધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મંત્રીએ રોડના બાંધકામની ગુણવત્તા અંગે ઝીણવટભરી તપાસ કરી હતી અને તેમાં કોઈ કચાશ ન રહે તે માટે અધિકારીઓને સચોટ સૂચનાઓ આપી હતી ત્યારબાદ મંત્રીએ અતિથિ ભવન – જળ ભવન થી જિલ્લા પંચાયત સુધીના સિમેન્ટ કોંક્રીટ (CC) રોડની પ્રગતિ હેઠળની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સીસી રોડનું નિર્માણ લાંબા ગાળાની મજબૂતી અને જાળવણી ખર્ચ ઘટાડવા માટે આવશ્યક છે તેમણે આ પ્રોજેક્ટને નિર્ધારિત ધોરણો અને સમયમર્યાદા મુજબ ઝડપી બનાવવા પર ભાર મૂક્યો હતો વધુમાં, મંત્રીએ દૂધરેજ નર્મદા કેનાલ પર ચાલી રહેલા દૂધરેજ પુલની પણ મુલાકાત લીધી હતી અને આ મહત્ત્વપૂર્ણ પુલના વિકાસ કાર્યોની વર્તમાન પ્રગતિનો તાગ મેળવ્યો હતો મંત્રીની આ સમીક્ષા મુલાકાત દરમિયાન સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ અધિકારીઓએ મંત્રીને ચાલી રહેલા વિવિધ કાર્યોની વર્તમાન સ્થિતિ, પડકારો અને પૂર્ણતાની સમયરેખા વિશે વિસ્તૃત માહિતી આપી હતી મંત્રીએ સ્થળ પર જ પ્રોજેક્ટ્સને અસરકારક રીતે અને સમયસર પૂર્ણ કરવા માટેની વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપ્યું હતું આ નિરીક્ષણ મુલાકાતમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, નિવાસી અધિક કલેકટર આર.કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર. એમ. જાલંધરા, અગ્રણી સર્વશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલિયા સહિત સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહીને સમીક્ષા પ્રક્રિયામાં સહભાગી થયા હતા.

Back to top button
error: Content is protected !!