SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરના 70%થી વધુ પેટ્રોલ પંપ પર ડિઝલનો જથ્થો ખુટયો વાહન ચાલકોમાં રોષ

ડીઝલની અછત બાદ શહેરમાં ચાલતા ક્નટ્રક્શન તેમજ રોડ રસ્તા અને વિકાસના કામો પણ અટકી પડ્યા

તા.20/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ડીઝલની અછત બાદ શહેરમાં ચાલતા ક્નટ્રક્શન તેમજ રોડ રસ્તા અને વિકાસના કામો પણ અટકી પડ્યા, સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની સૌથી મોટી અછત સર્જાઈ છે હાલમાં મીડલ ઇસ્ટ દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થતિ ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પૂરતા પેટ્રોલ અને ડીઝલની ફાળવણી કરવામાં આવી રહી નથી જેને લઈને હાલના તબક્કામાં પેટ્રોલ અને ડીઝલની અછત થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં આવેલા 70% થી વધુ પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે જેની અસર હવે સૌથી મોટી વિકાસના કામ ઉપર વર્તાઈ રહી છે હાલના તબક્કામાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ચાલતા રોડ રસ્તા ક્નટ્રક્શન અને વિકાસના કામો ઉપર પડી રહી છે ડીઝલ ન મળવાના કારણે જેસીબી ટ્રેક્ટર લોડર મશીન અલગ અલગ પ્રકારના સાધનો ચલાવવા ખૂબ કઠિન બની રહ્યા છે અને ડીઝલનો પૂરતો સ્ટોક ન મળવાના કારણે ડમ્પર પણ બંધ હાલતમાં છે ડમ્પરોને ડીઝલનો સ્ટોક પૂરતો ન મળતો હોવાના કારણે રેતી કપચી અને ઈંટો જેવી કાચા માલની સપ્લાય પણ અટકી ગઈ છે ત્યારે હાલના તબક્કામાં સુરેન્દ્રનગર શહેરના 70% થી વધુ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ નો સ્ટોક ઉપલબ્ધ ન હોવાના કારણે વહાન ચાલકો પણ પરેશાન બન્યા છે હાલના તબક્કામાં પેટ્રોલ ભરાવવા માટે પણ લાંબી લાઈનો લાગી રહી છે ત્યારે પેટ્રોલ ભરાવવામાં લાગતા વળગતાઓને પેટ્રોલ પંપ સંચાલકો પહેલા પેટ્રોલ આપી દેવામાં આવતું હોવાની રાવ ફરિયાદ પણ ઉઠવા પામી છે આ ઉપરાંત ડીઝલનો સ્ટોક હોવા છતાં પણ પેટ્રોલ પંપ ઉપર અછતો ઊભી કરી ત્યારબાદ લાગતા વળગતાઓને ભાવ વધુ લઈ અને ડીઝલનો સ્ટોક આપી અને કાળા બજાર કરવામાં આવતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે અગામી દિવસોમાં સરકાર અને તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં ડીઝલ પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે અને જે હાલ તંગી સર્જાય છે તે સંગી દૂર કરી અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ પુરવઠો કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે હાલમાં વાવણીની સિઝન ચાલી રહી છે ત્યારે ટ્રેક્ટર અને અન્ય ખેતી માં ચાલતા વાહનો પણ ડીઝલ આધારિત હોય છે તેની ઉપર પણ અસર પડી રહી છે આ ઉપરાંત ઉદ્યોગિક ભઠ્ઠીઓ પણ ડીઝલ આધારિત ચાલતી હોય છે ત્યારે ડીઝલ ન મળવાના કારણે અને અછત હોવાના કારણે ઔદ્યોગિક એકમો અને ખેતી ઉપર પણ અસર પડી રહી છે ત્યારે તાત્કાલિક ડીઝલનો પુરવઠો ઉપલબ્ધ કરવા માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!