MULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

મૂળી બસ સ્ટેન્ડ પર પાયાની સુવિધાઓના અભાવ સામે NSUI એ આવેદનપત્ર આપ્યું.

વિદ્યાર્થીઓ રિઝર્વેશન, અને CCTV કેમેરાની માંગ સાથે એસ. ટી. ડેપોની મુશ્કેલીઓનો મુદ્દો ગરમાયો

તા.11/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિદ્યાર્થીઓ રિઝર્વેશન, અને CCTV કેમેરાની માંગ સાથે એસ. ટી. ડેપોની મુશ્કેલીઓનો મુદ્દો ગરમાયો, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોને પડી રહેલી પાયાની સુવિધાઓના અભાવ સામે એનએસયુઆઈ દ્વારા સંગઠિત રીતે અવાજ ઉઠાવાયો હતો સુરેન્દ્રનગર જિલ્લા એનએસયુઆઈ ના પ્રમુખ યશપાલસિંહ પરમારના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ સાથે મળીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સુરેન્દ્રનગર ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદન પત્રમાં ખાસ કરીને બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થી પાસ, ટિકિટ રિઝર્વેશન અને સીસીટીવી કેમેરા જેવી પાયાની સુવિધાઓના અભાવની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે હાલની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે સુરેન્દ્રનગર કે અન્ય શહેરોમાં જવું પડે છે જેના કારણે તેમની સમય અને નાણાંની બરબાદી થાય છે તેમ જ ટિકિટ રિઝર્વેશનની સુવિધા ન હોવાથી લાંબા અંતરના મુસાફરોને પણ ખુબ જ અસુવિધાનો સામનો કરવો પડે છે સલામતીના દ્રષ્ટિકોણે ખૂબ જ મહત્વપૂર્ણ એવા સીસીટીવી કેમેરા બસ સ્ટેન્ડ પર ઉપલબ્ધ નથી સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન છે એનએસયુઆઈ દ્વારા એસ.ટી. વિભાગને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી 30 દિવસની અંદર આ તમામ યોગ્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને સુવિધાઓ ઉપલબ્ધ ન કરવામાં આવે તો એન.એસ.યુ.આઈ. અને વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી ચીંધેલા અહિંસક માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સમગ્ર જવાબદારી એસ.ટી. વિભાગની રહેશે તેમ એન.એસ.યુ.આઈ.એ આવેદનપત્રમા જણાવ્યુ હતુ.

Back to top button
error: Content is protected !!