ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે તમામ વોર્ડના કુલ ૧૮૦ જેટલા સફાઈ કર્મચારીઓને યુનિફોર્મ વિતરણ કરાયું.
પુરુષ સફાઈ કર્મચારીને ટીશર્ટ અને મહિલા કર્મીઓને સાડીનું વિતરણ કરાયું.

તા.03/10/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પુરુષ સફાઈ કર્મચારીને ટીશર્ટ અને મહિલા કર્મીઓને સાડીનું વિતરણ કરાયું.
સ્વચ્છતાના આગ્રહી એવા પૂજ્ય મહાત્મા ગાંધીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન ચરિતાર્થ કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે દેશને સ્વચ્છ બનાવવા લોકોમાં જાગૃતિ આવે તે માટે અનેકવિધ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે હાલ ૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન દેશભરમાં હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા કર્મીઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર તેમજ લોકોમાં સ્વચ્છતા અંગેનો સંદેશો પ્રસરે તે માટે વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અને સેનીટેશન ચેરમેન પ્રવિણભાઈ રબારી દ્વારા નગરપાલિકાનાં તમામ સફાઈ કર્મચારીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે તમામ ૦૯ વોર્ડના કુલ ૧૮૦ જેટલા સફાઈ કર્મચારીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પુરુષ સફાઈ કર્મચારીને ટીશર્ટ અને મહિલા કર્મીઓને સાડીનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશમાં સ્વચ્છતા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પણ રાજ્યની અન્ય નગરપાલિકાઓમાં ઐતિહાસિક નિર્ણય લઈ સફાઈ કર્મચારીઓ યુનિફોર્મ પહેરીને જ શહેરની સ્વચ્છતા હાથ ધરશે જેના લીધે શિષ્ટતા અને સફાઈ બંને ખુબ જ સારા પ્રકારે નજરે તરી આવશે વધુમાં ઉમેર્યું હતું કે માત્ર નગરપાલિકા દ્વારા જ નહિ પરંતુ સૌ ધ્રાંગધ્રા વાસીઓ પણ સાથે મળીને પોતાની આસપાસ સફાઈ રાખી લોકોમાં જાગૃતતા આવે તે માટે સહિયારા પ્રયાસ હાથ ધરે આગામી સમયમાં ધ્રાંગધ્રા શહેરને સ્વચ્છ, સુંદર, શિસ્તબદ્ધ અને હરિયાળું બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા દરેક લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ તે માટે અપીલ કરી હતી.





