DASADASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

પાટડીના ગેડીયા, જેઝરી, ખેરવા સહિત ગામમા PGVCL અને પોલીસની મોટી કાર્યવાહી, રૂ.1,32 કરોડની વીજચોરી ઝડપાઇ

તા.12/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓની આગેવાની હેઠળ તા- ૧૧/૦૩/૨૦૨૬ ના રોજ પ્રો.આઇપીએસ વેદીકા બીહાની સાહેબ સુરેંદ્રનગર ડીવીઝન પ્રો.આઇ.પી.એસ કરનકુમાર પન્ના સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહીત સાહેબ ધાંગધ્રા ડીવીઝન તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એમ.રબારી સાહેબ લીંબડી ડીવીઝન તથા સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી ટીમ તથા સુરેંદ્રનગર જીલ્લા એસઓજી ટીમ તથા પીજીવીસીએલના એન. એન. અમીન સાહેબ સુપ્રીટેન્ડીગ એન્જીન્યર તથા પીજીવીસીએલના જે. આર. રત્નું એક્ઝીક્યુટીવ અન્જીન્યાર તેમજ ધાંગધ્રા ડીવીઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓની અલગ- અલગ ટીમો બનાવી બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ગેડીયા, ખેરવા તથા ઝેઝરી ગામે પીજીવીસીએલની કુલ ૩૭ ટીમો સાથે રાખી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ આગેવાની હેઠળ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની સયુંકત ટીમો બનાવી ગુજસીટકોના ગુન્હામા સંડોવાયેલ નીચે જણાવેલ પત્રક મુજબના આરોપીઓ તથા પ્રોહીબીશન ગુન્હામા સંડાવાયેલ આરોપીઓ તથા અન્ય ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીઓ મળી કુલ ૮૦ અસામાજીક ઇસમો તથા અન્ય ઇસમોના રહેણાંક મકાને વીજચેકીંગ કરી ગેરકાયદેસર મળી આવેલ વીજ કનેકશન ધારક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આશરે રૂ.૧,૩૨,૮૦,૦૦૦ દંડ વસુલ કરવામા આવેલ છે.

Back to top button
error: Content is protected !!