સ્માર્ટ ફાર્મિંગથી નવલગઢના ખેડૂતની કમાણીમાં ઉછાળો : પ્રકાશભાઈ પટેલ બન્યા પ્રેરણાસ્ત્રોત

તા.20/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ પટેલે પરંપરાગત ખેતી છોડીને ‘સ્માર્ટ ફાર્મિંગ’ અપનાવી સફળતાની નવી કથા લખી છે દાડમના બગીચામાં આંતરપાક તરીકે ટેટી અને તરબૂચની ખેતી કરીને તેઓ લાખોની કમાણી કરી રહ્યા છે નવલગઢના પ્રકાશભાઈ પટેલ સહિતના ખેડૂતો વર્ષોથી કપાસ અને ધાણા-ચણાની પરંપરાગત ખેતી કરતા હતા પરંતુ ખર્ચ વધતા અને આવક ઘટતા તેમણે નવી દિશામાં વિચાર કર્યો આધુનિક ખેતી પદ્ધતિ અપનાવી તેમણે પોતાની ૪૫ વીઘામાં તરબૂચ અને ૩૦ વીઘામાં ટેટીનું વાવેતર કર્યું છે સાથે જ ૩૫ વીઘામાં દાડમનો બગીચો બનાવી આંતરપાક પદ્ધતિ દ્વારા સતત આવક મેળવી રહ્યા છે મલ્ચિંગ અને ગ્રો-કવર જેવી આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને તેઓ પાણીની બચત સાથે પાકની ગુણવત્તા વધારી રહ્યા છે રાજ્ય સરકારના બાગાયત વિભાગની સબસિડીથી ખર્ચમાં પણ રાહત મળી છે નવલગઢ નાં ખેડૂતો જણાવે છે કે ખેતીમાં ટકી રહેવું હોય તો પદ્ધતિ બદલવી જરૂરી છે આજે વેપારીઓ ખેતરે આવીને માલ ખરીદે છે અને વીઘે અંદાજે ૮૦ હજાર સુધીનું ઉત્પાદન મળે છે સૌપ્રથમ નવલગઢનાં પ્રકાશભાઈ પટેલે ટેટી અને તરબૂચ વાવવાનું શરુ કર્યું ત્યારે હવે અન્ય ગામના ખેડૂતો પણ તેમની સફળતાથી પ્રેરાઈને આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે ટેટી અને તરબૂચ જેવા ટૂંકા ગાળાના પાકથી ખેડૂતોને વધુ આવક મળી રહી છે આમ નવલગઢના પ્રકાશભાઈ સહિતના ખેડૂતો માત્ર પોતાની સફળતા સુધી સીમિત નથી પરંતુ સમગ્ર ઝાલાવાડ પંથકમાં ખેડૂતોને ‘સ્માર્ટ ફાર્મિંગ’ તરફ દોરી રહ્યા છે તેમની આ પહેલ સાબિત કરે છે કે વૈજ્ઞાનિક અભિગમ અપનાવીએ તો ખેતી પણ સમૃદ્ધિ અને સોનાનું દ્વાર બની શકે છે.




