
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : આયુષ્યમાન આરોગ્ય મંદિર -શણગાલ, ને રાષ્ટ્રીય કક્ષાનો ક્વોલિટી એસ્યોરન્સ સર્ટીફિકેટ અને એવોર્ડ મળ્યો
NDAS અંતર્ગત પ્રમાણિત નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ NDAS અંતર્ગત કેન્દ્ર સરકાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્રોની આરોગ્ય સેવાઓનું મુલ્યાંકન કરીને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સટીફીકેટ અપાય છે. આ પ્રક્રિયા દરમ્યાન આરોગ્ય વિભાગના સ્ટાકનું આરોગ્યલક્ષી જ્ઞાન રજીસ્ટર અને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ સમાવેશ કરવામાં આવે છે.
NÇAS અંતર્ગત આરોગ્ય સેવાઓની ગુણવત્તાની ચકાસણીમાં સગર્ભા પ્રસુતાંની સેવા, બાલ સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણની સેવાઓ, ચેપીરોગનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, ઈમરજન્સી સેવાઓની ગુણવત્તાની ખાતરી રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા તા. ૦૧, ૦૨ જુલાઈ-૨૦૨૫ ના રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર-શણગાલ, તાલુકા-મેઘરજ ખાતે કરવામાં આવેલ.વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન અરવલ્લી જીલ્લામાં મેઘરજ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર-શણગાલ ખાતે ચકાસણી કરવામાં આવી તેમા ૮૧.૨૫૬ સાથે તમામ માપદંડોમાં ખરા ઉતરતા તેમને NQAS પ્રમાણપત્ર આપવામાં આવ્યું,
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જયેશ એચ.પરમારના માર્ગદર્શનથી જીલ્લા ક્વોલીટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર, ડૉ.રાજીવ બરંડાની આગેવાની હેઠળ તેમજ ડો જોય એલ મોડીયા મેડીકલ ઓફિસર અને પ્રા આ કેંદ્ર શણગાલના તમામ સ્ટાફના સંયુક્ત પ્રયત્નોથી આયુષ્યમાન આરોગ્ય મંદિર-શણગાલની ઓપીડી.લેબોરેટરી,બઆઇપીડી,નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને જનરલ એડમીનીસ્ટ્રેટીવ બાબતે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમે મૂલ્યાંકન કર્યું હતું. દરમ્યાન બાયુષ્યમાન આરોગ્ય મંદિર-શણગાલને રાષ્ટ્રીય ક્વોલિટી એસ્યોરના સર્ટીફિકેટ અને એવોર્ડ મળતા આરોગ્ય સેવાઓમાં વધારે સુધારો થશે અને વિસ્તારના લોકોને ખારોગ્યલક્ષી સેવાઓનો બહોળો લાભ મળી રહેશે.





