માળિયાની બજારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આપ દ્વારા ખેડૂતો માટે ભીખ માંગવામાં આવી – રાજુભાઈ કરપડા

તા.09/01/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકામાં સિઝનનો 165 ટકા કરતાં વધારે વરસાદ હોવા છતાં અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે સહાય ચૂકવવામાં આવી નથી સાથે જ ઓક્ટોબર માસમાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હોવા છતાં કમોસમી વરસાદના મેન્યુઅલ પ્રમાણે પણ સહાય ચૂકવવામાં ન આવી ખેડૂતોને જાણી જોઈને સહાયથી વંચિત રાખવામાં આવ્યા સરકાર પાસે સહાય ચૂકવવા માટે પૈસા ન હોય તો માળીયાની મેઈન બજારમાં આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતોને સાથે રાખી ભીખ માંગી પૈસા એકત્રિત કરી મામલતદાર મારફત સરકારને મોકલવાનો પ્રયત્ન થયો માત્ર બારદાન નહીં હોવાથી છેલ્લા 14 દિવસથી માળીયા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી સેન્ટર બંધ છે જેનાથી ખેડૂતો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે ત્યારે માળીયાની બજારમાં બારદાન માટે પણ ખેડૂતોને સાથે રાખી આમ આદમી પાર્ટી દ્વારા ભીખ માંગી આજરોજ મામલતદાર મારફતે સરકારને બારદાન તેમજ રોકડ રકમ આપવામાં આવી હતી આ તકે “આપ” કિસાન નેતા રાજુભાઈ કરપડા, જુનાગઢ જિલ્લા સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયા, પિયુષભાઈ પરમાર, સહિત સ્થાનિક કાર્યકરો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





