પ્રવિત્ર શ્રાવણ માસના બીજા દિવસથી એટલે કે તારીખ 26જુલાઈ શનિવારથી શ્રાવણ સુદ નોમ રવિવાર સુધી તિથૅભુમિ ગિરનાર ક્ષેત્રમાં દાતારેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવમહાપુરાણ કથાનો પ્રારંભ થશે ગિરનાર તળેટીથી બે કિમી આમકુ બીટમાં વષૉ પહેલા કૈલાસવાસી સંત શિરોમણી કૈલાસવાસી ગુરૂ મહારાજ કાશ્મીરી બાપુ એ અલખ જ્યોત જગાવી ગિરનાર તીર્થસ્થલમા દાતારેશ્વર મહાદેવના સાનિધ્યમાં પોતાની વ્યક્તિગત અનન્ય અઘ્યાત્મ નાં દશૅન કરાવ્યા હતા આજેય જગ્યામાં કાશ્મીરી બાપુની ચેતનાની ઉજૉઓ ભાવિક ભક્તો અનુભૂતિ કરી રહ્યા છે મંહતશ્રી 1008 નમૅદાપુરી માતાજીએ પણ કાશ્મીરી બાપુના તેજપુંજને આગળ ધપાવી પ્રક્રુતિની ગોદમાં અવિરત અન્નક્ષેત્ર કાર્યાન્વિત કરી શ્રી દાતારેશ્વર મહાદેવ જગ્યાની મહત્તા વઘારી રહ્યા છે અખિલ બ્રહ્માંડના માલિક શિવ સ્વયંભૂ છે શાશ્વત છે અને વિશ્વ માટેની ચેતના છે તેમ જણાવી મંહતશ્રી 1008 નમૅદાપુરી માતાજી એ સમગ્ર જીવ સૃષ્ટિનાં કલ્યાણ માટે પાવન શ્રાવણ મહિનામાં તારીખ 26જુલાઈ થી તારીખ 3 ઓગસ્ટ સુધી નવ દિવસીય શિવમહાપુરાણ કથાના આયોજનમાં સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 દરમિયાન કથાશ્રવણ કરવા ભાવિકભકતો ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે વ્યાસપીઠ પર આચાર્ય નિકુંજ મહારાજ ત્રિવેદી ભાદરવા સુદ આશ્રમ કથામુતનુ પાન કરાવશે મર્હિષ વેદવ્યાસ દ્વારા રચિત અઢાર પુરાણ કથામાં સૌથી મોખરે શિવમહાપુરાણ છે જેમાં ભગવાન શિવનો મહિમા અને ભક્તિ ઉપરાંત છં ખંડમાં 24 હજાર શ્ર્લોકમાં દેવાધિદેવ શિવનાં કલ્યાણકારી મહિમા ઉપાસના રહસ્ય અને પુજા પઘ્ધતિનો નિદૅશ કયો છે ગિરનાર પાવન તીર્થ ભૂમિમાં પ્રક્રુતિ વચ્ચે ઈશ્વર તરફનો એકાકાર કરવાનો આ આસ્વાદ ચુકવા જેવો નથી સૌ જીજ્ઞાસાઓને કથા શ્રવણ માટે મંહતશ્રી 1008 નમૅદાપુરી માતાજી તથા સેવકગણ દ્રારા ભાવિક ભક્તો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ