HALOLPANCHMAHAL

હાલોલ:ગુજરાત ફલોરો કેમિકલ્સ લિમિટેડ કંપની દ્વારા નિ:શુલ્ક દાંતની તપાસનો કેમ્પ યોજાયો.

તા.૨૦.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફલોરો કેમિકલ્સ લિમિટેડ કંપની દ્વારા નિ: શુલ્ક દાંતની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉપસ્થિત ડોક્ટરો એ દાંતની તકલીફ વાળા 88 જેટલા દર્દીઓ ની તપાસ કરી હતી અને દાંત ની તકલીફો દૂર કરવા અને દાંત ને સાચવવા માટે ની માહિતી અપવામાં આવી હતી.ઘોઘંબા તાલુકા ના રણજીતનગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ નામની કંપનીએ મફત દાંત ની તપાસ નો કેમ્પ યોજ્યો હતો. કંપનીઓ ના સીએસઆર વિભાગ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ હેઠળ કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિઓ પૈકી રણજિતનગર ની આ જીએફએલ કંપની દ્વારા મફત દાંત ની તપાસ નો કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ કેમ્પ માં રણજીતનગર, ચંદ્રનગર, જીતપુર, નાથકુવા સહીતના ગામો ના 88 જેટલા દાંત ની તકલીફ વાળા દર્દીઓ ને તપાસવામાં આવ્યા હતા.રણજીતનગર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડૉ. વિજીતા વૈદ્ય (બી. ડી.એસ) દ્વારા દાંતની આરોગ્ય જાળવણી તથા દાંતને લગતા રોગ તથા રોગ ન થાય તે માટેની કાળજી વિષયક જાણકારી આપવામાં આવી.અને સારવાર ની જરૂરિયાત જણાય તો રાહતદરે સારવાર માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ નિ: શુલ્ક દાંતની તપાસ માટેના કેમ્પમાં કુલ 88 દાંતના દર્દીઓ એ તપાસ કરાવી હતી.આ મફત દાંતની તપાસ કેમ્પ માં જીએફએલ કંપનીનાં કર્મચારીઓ,રણજીતનગર ગામ ના ઉપ સરપંચ મિત્તલ પટેલ, તેમજ ગામના અગ્રણી શૈલેષ પટેલ, અશ્વિનભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, નાથકુવા ગામના અગ્રણી મહેન્દ્રસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!