SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે 3 તોલા સોનાના દાગીના અને સામાન મુળ માલીકને શોધી કાઢી પરત કર્યો.

તા.25/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરમાં પોલીસની સતર્કતા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી વધુ એક વખત એક નાગરિકની કિંમતી મિલકત સુરક્ષિત રીતે પરત મળી છે વઢવાણ તાલુકાના નાના કેરાલા ગામના રહેવાસી ગીતાબેન મદારસંગભાઈ ચાવડા સાથે બનેલી ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ સફળતા મેળવી છે આ બનાવમાં ગીતાબેન ચાવડા સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેસી મેગામોલ નજીક ઉતર્યા હતા તેઓને બસમાં બહારગામ જવાનું હોવાથી ઉતાવળમાં પોતાનો સામાન ભરેલો થેલો રિક્ષામાં જ ભૂલી ગયા હતા આ થેલામાં આશરે 3 તોલા સોનાના દાગીના તથા અન્ય ઘરવખરીની વસ્તુઓ હતી કિંમતી દાગીના ભરેલો થેલો રિક્ષામાં રહી જતાં ગીતાબેન મૂંઝવણમાં મુકાયા હતા આ બાબતે તેઓએ તાત્કાલિક સુરેન્દ્રનગર સીટી બી- ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી બનાવની ગંભીરતા જોઈ પોલીસ સ્ટાફે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી સુરેન્દ્રનગર નેત્રમની મદદથી શહેરના વિવિધ રૂટ પરના કેમેરા ચેક કરવામાં આવ્યા હતા સીસીટીવી ફૂટેજના આધારે જે તે રિક્ષાની ઓળખ કરી લેવામાં આવી હતી પોલીસ સ્ટાફની મહેનત અને ટેકનિકલ સપોર્ટના કારણે ગીતાબેનનો ખોવાયેલો તમામ સામાન અને સોનાના દાગીના શોધી કાઢવામાં આવ્યા હતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૂળ માલિક ગીતાબેનને તેમનો સામાન પરત સોંપ્યો હતો પોતાની ખોવાયેલી મિલકત પરત મળતા ગીતાબેન અને તેમના પરિવારે સુરેન્દ્રનગર પોલીસનો આભાર માન્યો હતો આ સફળ કામગીરીમાં સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ મિત્રો બળદેવસિંહ પઢિયાર, ધવલભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ મોરી, મુકેશભાઈ ઊતેલિયા અને અજીતસિંહ જાદવ જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!