SURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

પુરવઠા વિભાગની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરતા ઇન્ચાર્જ કલેકટર

તા.22/12/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પુરવઠા વિભાગની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરતા ઇન્ચાર્જ કલેકટર

સુરેન્દ્રનગર જિલ્લામાં ઇન્ચાર્જ કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં વાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ વિતરણ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે તે માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લામાં કાર્યરત વાજબી ભાવની દુકાન, નવી જગ્યાએ ખોલવાપાત્ર દુકાનોની યાદી, હાલ જિલ્લાને મળતો જથ્થો, નવેમ્બર માસમાં વિતરણ થયેલો જથ્થો, ગ્રાહકોના રજુ થયેલા પ્રશ્નો, કાનૂની માપ વિજ્ઞાન ખાતા દ્બારા થયેલી કાર્યવાહી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે જાણકારી પૂરી પાડી હતી હાલ જિલ્લામાં કુલ ૫૩૬ વાજબી ભાવની દુકાનો કાર્યરત છે NFSA ૨૪૯૮૧૬ કાર્ડ અને NON NFSA ૧૯૬૫૨૨ કાર્ડ નોંધાયેલા છે નવેમ્બર માસમાં કાનૂની માપ વિજ્ઞાન વિભાગ દ્વારા ૨૩ જેટલા પેટ્રોલ પંપ, એલ.પી.જી. ગેસ ડીલર, એજન્સી, ફેરિયા ૦૬, સસ્તા અનાજની દુકાનો ૧૫, અન્ય વેપારી, ફેરિયાના -૪૩૪ એકમો સહીત કુલ ૪૭૮ એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે પૈકી ૫૧ સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હા માંડવાળ પેટે રૂ. ૨૨,૩૦૦ તેમજ ચકાસણી અને મુંદ્રકન પેટે રૂ.૨,૭૦,૩૩૫ ફી વસુલ કરવામાં આવી હતી આ બેઠકમાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના સભ્યઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!