સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરીના પ્રયાસોથી અનેક યુવાનોના સપના સાકાર
તા.08/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રોજગાર કચેરીના ભરતી મેળા થકી રતનપરના રાધાબેનને ઘર નજીક મળી HR એડમિન (ટ્રેઇની)ની નોકરી,સુરેન્દ્રનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશ ભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં રતનપરના રાધાબેન ડુંગરભાઈ ચાવડાને રોજગાર એનાયત પત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ તકે રાધાબેને સહર્ષ જણાવ્યું હતું કે જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળામાં વોક-ઇન ઇન્ટરવ્યુમાં મને આ સફળતા મળી છે એક ખાનગી કંપનીમાં એચઆર એડમિન (ટ્રેઇની)ની જગ્યા માટે રોજગાર એનાયત પત્ર એનાયત કરવામાં આવ્યું હતું રાધાબેને વધુમાં જણાવ્યું હતું કે રોજગાર કચેરીના આયોજનથી ઘરની નજીક જ નોકરી મેળવવાની તક મળી છે જેનાથી અન્યત્ર નોકરી શોધવાની જરૂર ન પડી હતી આ સફળતા તેમની મહેનત અને રોજગાર કચેરીના સતત પ્રયાસોનું પરિણામ છે આ પ્રસંગે, રાધાબેન જેવા યુવાનોને રોજગાર એનાયત પત્રો ઉપરાંત પ્રોવિઝનલ ઓફર લેટર પણ વિતરિત કરવામાં આવ્યા હતાં વધુમાં યુવાનોને કૌશલ્ય સશક્તિકરણ અને રોજગારીની નવી તકો પૂરી પાડવાના હેતુથી આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન માટે ઉદ્યોગ જગત સાથે MOU કરવામાં આવ્યા હતા આ પહેલ રાધાબેન જેવા અનેક યુવાનોના સપનાઓને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.