SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપા માર્ચ મહિના દરમિયાન રજા દિવસોમાં પણ વેરા વસૂલાત કેન્દ્ર ચાલુ રહેશે

તા.19/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા આગામી 31 માર્ચ 2026 સુધી શનિ-રવિ અને જાહેર રજાના દિવસો દરમિયાન પણ વેરા વસૂલાત કેન્દ્રો ચાલુ રહેશે શહેરીજનો જાહેર રજાના દિવસો દરમિયાન પણ બાકી મિલકત વેરો, વ્યવસાય વેરો તથા પાણી વેરાની ભરપાઈ માટે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની મુખ્ય કચેરી, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન તથા જોરાવરનગર લાઈબ્રેરી ખાતે કાર્યરત વેરા વસૂલાત કેન્દ્ર ખાતે સવારે 10/30 કલાકથી સાંજે 5/00 કલાક સુધી વેરો ભરપાઈ કરી શકશે આ ઉપરાંત શહેરીજનો https ://app.snmcgujarat.com પોર્ટલ પરથી પણ ઓનલાઈન વેરો ભરપાઈ કરી શકશે મહત્વનું કે તા.૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં બાકી રહેલા મિલકત વેરો, વ્યવસાય વેરો તથા પાણી વેરાની ભરપાઈ ન કરનારની મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત, પાણી તથા ગટર કનેક્શન કાપી નાખવામાં આવશે.

Back to top button
error: Content is protected !!