SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર નેત્રમે CCTV ની મદદથી મહિલાની રોકડ અને દસ્તાવેજ ભરેલી બેગ પરત અપાવી

તા.12/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં “તેરા તુજકો અર્પણ” અભિયાન વેગવંતુ બન્યું છે આ અભિયાન અંતર્ગત જાહેર જનતાની ખોવાયેલી કે ગુમ થયેલી કિંમતી વસ્તુઓ શોધીને પરત કરવાની સૂચના મુજબ ઇન્ચાર્જ પીએસઆઈ બી.બી. પરમાર અને “નેત્રમ” સીસીટીવી ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે મૂળ ભારદ તા, ધ્રાંગધ્રાના રહેવાસી અરજદાર ભાવનાબેન છગનભાઇ ચાવડા વઢવાણ બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેસી સુરેન્દ્રનગરની શિવ હોટેલ પાસે ઉતર્યા હતા ઉતાવળમાં તેઓ પોતાની બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા જેમાં અગત્યના ડોક્યુમેન્ટ્સ, એટીએમ કાર્ડ અને રૂ. ૨,૦૦૦ રોકડા હતા પોતાનો કિંમતી સામાન ગુમ થતા ભાવનાબેને તુરંત “નેત્રમ” શાખાનો સંપર્ક કર્યો હતો ઇન્ચાર્જ પીએસઆઈ બી.બી. પરમારની સૂચનાથી નેત્રમની ટીમે સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું આધુનિક કેમેરાની મદદથી અરજદાર જે રિક્ષામાં બેઠા હતા તેનો રજીસ્ટ્રેશન નંબર GJ 13 AV 5332 શોધી કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ રિક્ષા ચાલકનો સંપર્ક કરી તેને સમજાવટ પૂર્વક બોલાવી ભાવનાબેનની બેગ મેળવી લેવામાં આવી હતી પોલીસે તમામ કિંમતી સામાન સાથેની બેગ મૂળ માલિકને પરત સોંપી પ્રામાણિકતા અને ફરજનિષ્ઠાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું જ્યારે અરજદારે પોતાની ખોવાયેલી વસ્તુઓ સુરક્ષિત પરત મળતા અરજદારે સુરેન્દ્રનગર પોલીસનો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!