સુરેન્દ્રનગર પોલીસે ફરી વ્યાજખોરોના ચુંગાલ માંથી મોટરસાયકલ છોડાવી આપ્યું.

તા.05/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં વ્યાજખોરોનો આંતક સતત વધતો જઈ રહ્યો છે તેને ડામવા માટે હવે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ કામે લાગી છે ખાસ કરીને પૈસા ઉંચીતા અને વ્યાજવા આપ્યા બાદ નાના વર્ગના લોકો પાસેથી તેમના વાહનો પડાવી લેવામાં આવે છે અને વ્યાજખોરો દ્વારા તેમના મકાનો અને તેમની સંપત્તિ અને મિલકતો પણ પડાવી લેવામાં આવતા હોવાનો ઘાટ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ રહ્યો છે અને આ પ્રકારની ઘટનાઓમાં વધારો પણ થઈ રહ્યો છે અત્યારે સુરેન્દ્રનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવક દ્વારા 30000 રૂપિયા વ્યાજવા લેવામાં આવ્યા હતા ત્યારે ભોગ બનનાર હિસાબ દ્વારા તે રૂપિયા ચુકવણી કરવામાં ન આવતા ભોગ બનનાર પાસે રહેલું નવું જ સ્પ્લેન્ડર કંપનીનું બાઈક વ્યાજખોર પડાવી ગયા હતા અને બે મહિનાથી હેરાન પરેશાન કરતા હતા આ અંગે સુરેન્દ્રનગર એએસપી વૈદિકા બીહાની તેમજ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એચ. એચ. જાડેજાને પીડીત પરિવારજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને પઠાણી ઉઘરાણી કરતા હોવા મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વ્યાજખોરને ત્યાં બોલાવી અને જે મોટરસાયકલ પડાવી લેવામાં આવ્યું હતું તે પરત લેવામાં આવ્યું છે અને મૂળ માલિકને પરત કોપી આપવામાં આવ્યું છે અને આ કામગીરી કરવામાં આવી છે છેલ્લા બે મહિનાથી હેરાન પરેશાન કરતા તત્વો વિરોધમાં પગલાં ભરવાની શરૂઆત પણ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.



