સુરેન્દ્રનગરના ડો. અક્ષય રાવલે 51 જેટલી વર્લ્ડ રેકોર્ડ બુક માં પોતાનું નામ નોંધાવી ને વિશ્વવિક્રમ સર્જયો.

તા.19/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના યુવાન અને સેવાભાવી ડો ( વૈદ્ય) અક્ષય ધનેશભાઈ રાવલે તાજેતરમાં જ વિશ્વની પ્રખ્યાત, ઇન્ટરનેશનલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ,અમેરિકન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ,હાવર્ડ વર્લ્ડ રેકોર્ડબુક, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, ઓફિશિયલ વર્લ્ડ રેકોર્ડ, યુનિવર્સલ રેકોર્ડ ફોરમ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, બ્રાવો ઇન્ટરનેશનલ વર્લ્ડ બુક, લંડન બુક ઓફ રેકોર્ડ જેવી વિવિધ વર્લ્ડ રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવેલ છે તેમના રેકોર્ડની વાત કરી એ તો તેઓ સૌથી નાની ઉંમરે સૌથી વધુ ટ્રેડીશનલ મેડિસિનમાં શૈક્ષણિક પ્રમાણપત્રો મેળવનાર (Youngest Doctor with Highest Medical Educational certificates of Various Traditional Medicine Field By An Individual )અને બીજો રેકોર્ડ સૌથી નાની ઉંમરે સૌથી વધુ વર્લ્ડ રેકોર્ડ બુક માં નામ નોંધાવનાર તરીકેનો વિશ્વ વિક્રમ પણ તેઓ સર્જ્યો છે ટ્રેડીશનલ મેડિસિનના અભ્યાસક્રમમાં આયુર્વેદ, નેચરોપેથી, પંચકર્મ, પંચગવ્ય, પંચભૌતિક હર્બલ મેડિસિન, યોગ, વગેરે પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓનો સમાવેશ થાય છે આ રેકોર્ડ માં 61જેટલા અભ્યાસક્રમો નો સમાવેશ થાય છે આમાં સર્ટિફિકેટથી લઈને પી.એચ.ડી સુધીના પ્રમાણ પત્રનો સમાવેશ થાય છે આ રેકોર્ડ પોતાના નામે કરીને ડો, અક્ષય રાવલે વિશ્વ વિક્રમ સર્જ્યો છે આ ઉપરાંત ડો રાવલને શૈક્ષણિક સિદ્ધિ તથા સેવકાર્યોને કારણે ભારત વિભૂષણ ભારત ભૂષણ, આયુષ ભૂષણ, આરોગ્ય રત્ન, આયુષ ગ્લોબલ, ઇન્ડિયા એક્સસલન્સ, બ્રહ્મગૌરવ જેવા સન્માનોથી સન્માનિત કરેલ હતા તેઓએ કોરોના ના સમયમાં ઘણા બધા સેવાકાર્યો કરેલા જેમાં સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં લગભગ 1 લાખ પ્યાલી જેટલો કોરોના પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરેલ સુરેન્દ્રનગરની વિવિધ સરકારી અને બિનસરકારી કચેરીઓ તથા બેન્કોમાં 25 હજાર પેકેટ કોરોના પ્રતિરોધક આયુર્વેદિક ટેબ્લેટ નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.



