CHUDASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારીએ નગરપાલિકાના વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળી વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી

તા.20/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરના વહીવટને વધુ ગતિશીલ અને પારદર્શક બનાવવાના આશય સાથે ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ ચોટીલા નગરપાલિકાના વહીવટદાર તરીકેનો ચાર્જ વિધિવત રીતે સંભાળી લીધો છે પદભાર સંભાળતાની સાથે જ તેઓએ પાલિકાની કચેરીની મુલાકાત લઈ વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું નવનિયુક્ત વહીવટદાર એચ. ટી. મકવાણાએ નગરપાલિકાના વિવિધ વિભાગોની મુલાકાત લઈને ત્યાં ચાલતી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી તેઓએ શહેરના વિકાસકાર્યો, સ્વચ્છતા અભિયાન, પીવાના પાણીનો પુરવઠો, માર્ગોની સ્થિતિ તેમજ નાગરિકોને મળતી પાયાની સેવાઓ અંગે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો બેઠક દરમિયાન નાયબ કલેકટરએ ખાસ સૂચના આપી હતી કે જાહેર સેવાઓને વધુ અસરકારક અને પારદર્શક બનાવવી અનિવાર્ય છે નાગરિકોની અરજીઓ કે પ્રશ્નોનો નિકાલ સમયસર થાય અને વહીવટમાં સચોટતા જળવાય તે માટે તેઓએ તાકીદ કરી હતી ખાસ કરીને શહેરની સાફ- સફાઈ અને પાણી પુરવઠા જેવી પાયાની સુવિધાઓમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં તેમ તેઓએ જણાવ્યું હતું તેમણે નગરપાલિકાના તમામ કર્મચારીઓને જવાબદારી પૂર્વક ફરજ બજાવવા અને નાગરિકોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા વહીવટદાર તરીકેના તેમના આ આકસ્મિક નિરીક્ષણ અને માર્ગદર્શનથી પાલિકાના તંત્રમાં નવી સ્ફૂર્તિ જોવા મળી હતી.

Back to top button
error: Content is protected !!