DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

મોટા અંકેવાળીયા ગામે ઘન કચરા વ્યવસ્થાપન માટે સેગ્રીગેશન શેડનો લોકાર્પણ સમારોહ યોજાયો

તા.18/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના મોટા અંકેવાળીયા ગામે સ્વચ્છતા હી સેવા-2025 અભિયાન અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે નિર્મિત સેગ્રીગેશન શેડનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો જેમાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, તલાટી કમ મંત્રી, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યઓ, ગ્રામજનો, આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ તથા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) શાખાના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો જે ગામના સર્વાંગી વિકાસ અને સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

Back to top button
error: Content is protected !!