DHRANGADHRASURENDRANAGAR

ધ્રાંગધ્રાના નારીચાણા રોડ પરથી ગેરકાયદેસર રેતી ભરીને જતા ડમ્પરને ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યું.

તા.30/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના નારીચણા રોડ પર કોઈ પણ જાતની પાસ પરમીટ વગર ગેરકાયદેસર રેતી ખનીજ વહન કરતાં એક ડમપરને ખાણ ખનીજ વિભાગની ટીમે ઝડપી લીધું હતું જેમાં સરેઆમ ગેરકાયદેસર ખનનમા તમામ નિયમોની ઐસીતૈસી કરવામાં આવતી જોવા મળી હતી ધાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના રોડ પર પાસ પરમીટ વગર ખનીજ વહન કરતાં ડમપર ચાલોકો બેફામ થયેલ છે ત્યારે ખાણ ખનીજના અધિકારી જે એચ વાઢેરની સૂચનાથી નારીચણા રોડ પરથી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર રેતી ભરીને જતું ડમપર જેને રજીસ્ટર નંબર GJ 13 A,T 0760 ડમપર સાદી રહેતી ભરીને જતું હતું તેને ઝડપી પાડી ધાંગધ્રા સ્ટોન પાર્ક ખાતે સીઝ કરી ડમપર ચાલક સામે લાખો રૂપિયાનો ડંડ ફટકારવામાં આવ્યો હતો જેમાં ધાંગધ્રા ગ્રામ પથકમાં કોઈ પણ જાતની પાસ પરમીટ વગર ગેરકાયદેસર ટ્રક માં પથ્થર, રેતી સહીત સરેઆમ ગેરકાયદેસર ખનન મા તમામ નિયમોની ઐસીતૈસી કરવામાં આવતી જોવા મળી હતી.

Back to top button
error: Content is protected !!