ચુડામાં નવ ગામોની ધામેલ પરિવારની અનોખી પહેલ: ‘પેઢી આંબા’ થકી સંસ્કૃતિ અને સંબંધોનું સિંચન
સાંસ્કૃતિક વારસાનું જતન અને પરંપરાઓને જીવંત રાખવા ચુડા, સાયલા, માળોદ, શેખપર, રામપર, મુળી સહિત નવ ગામોમાંથી ધામેલ પરિવારની ઉપસ્થિત

તા.21/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સાંસ્કૃતિક વારસાનું જતન અને પરંપરાઓને જીવંત રાખવા ચુડા, સાયલા, માળોદ, શેખપર, રામપર, મુળી સહિત નવ ગામોમાંથી ધામેલ પરિવારની ઉપસ્થિત
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે સમસ્ત ધામેલ પરિવાર દ્વારા તાજેતરમાં એક ભવ્ય અને અનૂઠા પેઢી આંબા (વટવૃક્ષ) વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું પારિવારિક એકતા, સાંસ્કૃતિક વારસાનું જતન અને પરંપરાઓને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ચુડા, સાયલા, માળોદ, શેખપર, રામપર, મુળી, રાખીયાણી રોહીશાળા, ધાંધલપુર સહિત નવ ગામોમાંથી ધામેલ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહની શરૂઆત સમાજની બાળાઓ દ્વારા મહેમાનોના સામેયા અને ઉષ્માભર્યા સ્વાગત સાથે થઈ હતી જેણે કાર્યક્રમમાં એક સુભગ વાતાવરણ સર્જ્યું હતું સમાજના સભ્યોને એકબીજા સાથે જોડવા અને તેમની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાના પ્રયાસરૂપે, નવ ગામના ધામેલ પરિવારના સભ્યોને પ્રતીકાત્મક રીતે પેઢી આંબાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટી પ્રવિણચંદ્ર એન. પંડયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનો પરિવારમાં પરસ્પર સંબંધોને મજબૂત બનાવે છે અને આવનારી પેઢીને પોતાના મૂળિયાં અને સંસ્કૃતિ સાથે જોડી રાખવામાં મદદરૂપ થાય છે ધામેલ પરિવારનો આ અનોખો પ્રયાસ સાચા અર્થમાં સરાહનીય છે આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત ધામેલ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ પી. એન પંડ્યા ચુડા હાલ અમદાવાદ, ઉપપ્રમુખ કે.એલ ત્રિવેદી, મહામંત્રી આર.બી ધામેલ, ખજાચી બીકે પંડ્યા સહિત સમસ્ત ધામેલ પરિવાર સભ્યોએ ભારે ઉઠાવી હતી.




