ધ્રાંગધ્રાનું ગૌરવ: શિશુકુંજ શાળાના ત્રણ એથ્લેટ્સ SGFI રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું કરશે પ્રતિનિધિત્વ
હેમર થ્રો, ઊંચી કૂદ અને ૨૦૦ મીટર દોડના ખેલાડીઓ રાષ્ટ્રીય સ્પર્ધામાં માટે લખનૌ જશે

તા.24/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
હેમર થ્રો, ઊંચી કૂદ અને ૨૦૦ મીટર દોડના ખેલાડીઓ રાષ્ટ્રીય સ્પર્ધામાં માટે લખનૌ જશે, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર માટે એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે જ્યાં ધ્રાંગધ્રાની શિશુકુંજ શાળાના ત્રણ પ્રતિભાશાળી એથ્લેટ્સ SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે તાજેતરમાં યોજાયેલી SGFI શાળાકીય રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધામાં આ યુવા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય સ્તરે સ્થાન મેળવ્યું છે ઘણા વર્ષોના લાંબા અંતરાલ બાદ એથ્લેટિક્સની રમતમાં એકસાથે ત્રણ ખેલાડીઓ રાષ્ટ્રીય મંચ સુધી પહોંચ્યા હોવાથી સમગ્ર શહેર અને જિલ્લામાં હર્ષ અને આનંદની લાગણી છવાઈ ગઈ છે આ ત્રણેય ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા સંચાલિત ‘ઇન સ્કૂલ યોજના’ અંતર્ગત તાલીમ મેળવી રહ્યા છે SAGની આ યોજના યુવા પ્રતિભાઓને શાળા સ્તરેથી જ યોગ્ય માર્ગદર્શન અને સુવિધાઓ પૂરી પાડીને તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકાવવા માટે પ્રતિબદ્ધ છે આ યોજનાની સફળતાનું આ એક જીવંત ઉદાહરણ છે રાષ્ટ્રીય સ્પર્ધામાં સ્થાન મેળવનાર ખેલાડીઓમાં ગરીયા ભરત રણછોડભાઈ (હેમર થ્રો), વણઝારા અમન પ્રકાશભાઈ (ઊંચી કૂદ), અને સુમેરા પ્રશાંત મેહુલભાઈ (૨૦૦ મીટર દોડ)નો સમાવેશ થાય છે આ વિવિધ ઇવેન્ટ્સમાં તેમની સફળતા રાજ્યની રમતગમતની ક્ષમતા અને વૈવિધ્ય દર્શાવે છે રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેતા પહેલા, આ ત્રણેય ખેલાડીઓએ તાજેતરમાં દાહોદ-દેવગઢ બારીયા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ૧૫ દિવસના સઘન ‘પ્રી-નેશનલ કેમ્પ’માં સફળતાપૂર્વક ભાગ લીધો હતો આ તાલીમ શિબિરે તેમને તેમની ક્ષમતાઓને વધુ નિખારવા અને રાષ્ટ્રીય કક્ષાના પડકારો માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર થવામાં મદદ કરી છે આ પ્રશિક્ષણ બાદ હવે આ ખેલાડીઓ રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્તર પ્રદેશના લખનૌ શહેર જવા રવાના થશે આ યુવા ખેલાડીઓની સિદ્ધિ પર તેમના કોચ શ્રી કરણ ઘાંઘરે આનંદ વ્યક્ત કર્યો હતો જણાવ્યું હતું કે મને અને શાળાને ખૂબ જ આનંદ છે કે વર્ષો પછી અમારી શાળાના એકસાથે ત્રણ ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે મને આશા છે કે આ ખેલાડીઓ મેડલ જીતીને ગુજરાત, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા શહેરનું નામ રોશન કરશે ગુજરાત સરકાર રમતગમતને પ્રોત્સાહન આપવા અને ખેલાડીઓને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે કટિબદ્ધ છે ત્યારે ધ્રાંગધ્રા શહેરના આ યુવા તારાઓ રાષ્ટ્રીય કક્ષાએ તેજસ્વી સફળતા મેળવે અને ધ્રાંગધ્રાનું ગૌરવ વધારે તેવી હાર્દિક શુભકામનાઓ સમગ્ર શહેરના રમત પ્રેમીઓ, શાળા પરિવાર અને નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમની આ સિદ્ધિ અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.




