DHRANGADHRASURENDRANAGAR

ધ્રાંગધ્રાનાં બાવળી ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીઓને રૂપિયા 13,200 ના મુદ્દામાલ સાથે ઝડપીને ગણતરીની કલાકોમાં જુગારીઓને છોડી દેવામાં આવ્યા

તા.26/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધાંગધ્રા તાલુકાના બાવળી ગાજણવાવ જવાના રસ્તે રામાપીરના મંદિર પાસે ખુલી જગ્યામાં ગંજી પત્તા વડે હાર જીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ રકમ 13,200 સાથે તાલુકા પોલીસે ત્રણ જુગારીયોને ઝડપી જુગારધારા મુજબનો ગુનો નોંધી અને ગણતરીની કલાકોમાં જ આરોપીઓ સાથે વહીવટ કરીને છોડી મૂકવામાં આવ્યા હતા ઝાલાવાડ પંથકમાં પત્તા અને પાસાનું જુગાર રાજ્ય આખામાં વિખ્યાત છે ત્યારે ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત અને તાલુકા પીઆઇ દ્વારા તાલુકા પંથકમાં જુગાર ઉપર અંકુશ રાખવા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હે.કો. વિક્રમભાઈ રબારી નાઓને બાવળી ગાજણવાવ જવાના રસ્તે રામાપીરના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા જુગાર વાળી જગ્યાએ હે.કો વિક્રમભાઈ રબારી, વિભાભાઈ, નરેશભાઈ ભોજિયા સહીત ટિમ સાથે રેડ કરતાં જાહેર પટમાં પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી શીવાભાઈ ભોપાભાઈ પરમાર, બુટાભાઈ બાબુભાઈ રાઠોડ, રામજીભાઈ જયરામભાઈ ઠાકોર, સહીતને કુલ રોકડા રૂપિયા 13,200 ના મુદ્દામાલ ગણીને તમામ ત્રણ આરોપીને પકડી પાડીને જુગાર ધારા મુજબનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી ધાંગધ્રાના બાવળી ગામેથી જુગારમાં પકડેલા આરોપીને ગણતરીની કલાકોમાં જ પોલીસે વહીવટ કરીને છોડી મૂકવામાં આવ્યા હતા હાલ અત્યારે સમગ્ર રાજ્યમાં પોલીસ લોકોને કાયદાનું ભાન કરાવી રહી છે ત્યારે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં એક અચૂકો જ બનાવ સામે આવ્યો હતો જેમાં પોલીસે દ્વારા બાવળી ગામે જુગારની રેડ કરવામાં તો આવી હતી પણ તેની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને પોલીસે વહીવટ દારો સાથે મળીને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા તો શું પોલીસ ખાલી આરોપીઓને જુગારના કેસ કરવા માટે જ પકડે છે? કે પછી પોતાના ગીચા ભરવા માટે થઈને જુગારની રેડ પાડવામાં આવે છે તેવા અનેક સવાલો લોખમુખે ચર્ચાય રહ્યં છે?

Back to top button
error: Content is protected !!