DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રા જમીન વિવાદમાં વળાંક : કોર્ટે કેસને સિવિલ ગણી આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા

તા.19/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી જમીન છેતરપિંડીના કેસમાં મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે જ્યાં કોર્ટએ સ્પષ્ટ અવલોકન સાથે રિમાન્ડ નામંજૂર કરવાનો નિર્ણય આપ્યો છે ધ્રાંગધ્રાનાં કુંભારપરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ લકુમેં છેતરપિંડી આચરી તેમની જમીનમાં દસ્તાવેજ કર્યો હોવાની ધ્રાંગધ્રા પોલીસને અરજી આપેલ હતી જેમાં લોન પેટે 6 લાખ રૂપિયા આપવાના બહાને પાવર ઓફ એટોર્મી લઈને તેના આધારે છેતરપિંડી કરી તેમના હિસ્સાની જમીનનાં 25 ટકા ભાગનો દસ્તાવેજ કરાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ અરજી રૂપે કરવામાં આવ્યો હતો પોલીસ તપાસ બાદ આ અરજી ફરિયાદમાં પરિવર્તિત થઈ હતી પોલીસે આ મામલે કુલ ચાર લોકો સામે ગુનો નોંધ્યો હતો જેમાં દસ્તાવેજ કરાવનાર તેમજ બે સાક્ષીનો સમાવેશ થાય છે કાર્યવાહી દરમિયાન પોલીસે સંજય સરૈયા, સુરેશ રાતડિયા અને ચંદ્રેશ ગોલતરને ઝડપી પાડી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતાં કોર્ટમાં પોલીસે આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટએ મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું કે દસ્તાવેજ રજિસ્ટ્રાર સમક્ષ કરવામાં આવેલ હોવાથી પ્રાથમિક રીતે આ છેતરપિંડીનો નહીં પરંતુ સિવિલ સ્વરૂપનો વિવાદ છે આ અવલોકનના આધારે કોર્ટએ આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરી તેમને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે હાલ આ કેસમાં આગળની કાનૂની પ્રક્રિયા અને સંભવિત સિવિલ કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.

Back to top button
error: Content is protected !!