સુરેન્દ્રનગર શહેરમાં રીક્ષા ભૂલી ગયેલા કિંમતી સામાન એ-ડીવીઝન પોલીસે નેત્રમ કેમેરાની મદદથી શોધી પરત કર્યો

તા.09/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા ઈનચાર્જ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમાર મુખ્ય મથક સુરેન્દ્રનગર નાઓના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ નેત્રમ ડી.એલ ઝેઝરીયા નાઓની સુચનાથી તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત જાહેર જનતાની કોઇ કિંમતી ચીજ વસ્તુ જેવી કે, સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપિયા, પર્સ વિગેર ખોવાઇ કે ગુમ થઈ જાય ત્યારે નેત્રમ સુરેન્દ્રનગરના સીસીટીવીની મદદથી વેરીફાઇ કરી મુળ માલીકને પરત કરવા સુચના થઇ આવેલ હોય અરજદાર જૈમિનિબેન દુદાભાઇ રહે, ફીરદોષ સોસાયટી સુરેન્દ્રનગર નાઓ પતરાવાળી ચોક પાસેથી રીક્ષામાં બેસેલ અને પોતાનો સામાન ભરેલ બેગ રીક્ષામાં જ ભુલી ગયેલ હોય જે બાબતની અત્રે “નેત્રમ” ખાતે જાણ કરતા અત્રેના નેત્રમના સીસીટીવી કેમેરાની મદદથી અરજદાર રીક્ષામાં બેઠા હતા તે રીક્ષાની ઓળખ કરી રીક્ષા ચાલકનો સંપર્ક કરી અરજદાર જૈમિનિબેન દુદાભાઇ નાઓને કી.રૂ.૪૦૦૦ નો સામાન ભરેલ બેગ સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી પરત કરી પ્રસંશનીય કામગીરી કરી તથા અરજદાર જીતુભાઇ જવાનજી ઠાકોર રહે, સનફ્લાવર સ્કુલ પાસે, સુરેન્દ્રનગર નાઓ સનફ્લાવર સ્કુલ પાસેથી રીક્ષામાં બેસેલ અને પોતાનો સામાન ભરેલ બેગ રીક્ષામાં જ ભુલી ગયેલ હોય જે બાબતની અત્રે “નેત્રમ” ખાતે જાણ કરતા અત્રેના નેત્રમના સીસીટીવી કેમેરાની મદદથી અરજદાર રીક્ષામાં બેઠા હતા તે રીક્ષાની ઓળખ કરી રીક્ષા ચાલકનો સંપર્ક કરી અરજદાર જીતુભાઇ જવાનજી ઠાકોર નાઓને સામાન ભરેલ બેગ સીટી-એ ડિવિઝન પો.સ્ટે. ની મદદથી પરત કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.




