SAYLASURENDRANAGARWADHAWAN

રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાર્થક કરી સાયલામાં તરછોડાયેલ નવજાત શિશુની વ્હારે ૧૦૮ની ટીમ

તા.13/06/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

નાગરિકોને આકસ્મિક સંકટ સમયે પરીજનની પહેલા ૧૦૮ નંબર યાદ આવે છે રાજ્ય સરકારની ૧૦૮ સેવા કટોકટીની દરેક ક્ષણે લોકોની સેવા માટે તત્પર અને કટિબદ્ધ બની નાગરીકોને નવજીવન બક્ષી જીવન રક્ષક બની છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકામાં અમદાવાદ હાઈવે ઉપર શ્રીજી હોટલ પાસે તરછોડાયેલ હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું એક જાગૃત નાગરિક દ્વારા સવારે અંદાજે ૧૦.૦૦ વાગ્યાના સમયે ૧૦૮ સેવામાં જાણ કરી હતી જાણ થતાંની સાથે જ સાયલા હાઈવેથી નજીકની ૧૦૮ સેવા ફરજ ઉપરના ઈ.એમ..ટી બળવંત રોજાસરા અને પાયલોટ વિજયસિંહ જાડેજા ગણતરીની મીનીટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા ૧૦૮ ટીમ દ્વારા નવજાત શિશુની તપાસ કરતા જાણવા મળ્યું કે, નવજાત શિશુને પ્લાસ્ટિકમાં વીંટ્યું હોવાથી તે સંપૂર્ણ સ્વસ્થ ન હતું બાળકનું શરીર ગરમ હતું અને ધૂળ તથા માટી શરીર પર લાગેલી હતી બાળકને સાફ કરીને કોર્ડ ક્લેમ્પ કરી ત્યારબાદ નવજાત શિશુને શ્વાસ લેવામાં તકલીફ જણાતા એમ્બ્યુલન્સમાં ઓક્સિજન આપીને નવજાત શિશુને નવજીવન બક્ષ્યું હતું ત્યારબાદ તેને નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાયલા ખાતે ખસેડવામાં આવ્યું હતું નવજાત શિશુની વધારાની સારવાર અર્થે એમ.જી.જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે આઇસીયુમાં એડમિટ કરવામાં આવ્યું હતું હાલ નવજાત શિશુની હાલત સ્થિર છે આમ, “રામ રાખે તેને કોણ ચાખે” કહેવત અહીં સાર્થક થઈ છે અને જન્મતાની સાથે જ તરછોડાયેલા શિશુને તત્કાલ સારવાર આપી ૧૦૮ની ટીમે તેનો જીવ બચાવી પોતાની ઉમદા ફરજ નિભાવી હતી.

Back to top button
error: Content is protected !!