CHOTILASURENDRANAGAR

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે ઉજવાયો વિશ્વ ધ્યાન દિવસ

ભારતીય યોગ અને ધ્યાન માનવજાત માટે આશાની એક નવી દિશા, સમગ્ર વિશ્વ અને ભારતભરમાં સૌપ્રથમવાર ધ્યાન દિવસની ઉજવણી

તા.22/12/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ભારતીય યોગ અને ધ્યાન માનવજાત માટે આશાની એક નવી દિશા, સમગ્ર વિશ્વ અને ભારતભરમાં સૌપ્રથમવાર ધ્યાન દિવસની ઉજવણી

ભારત અને સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાલુકામાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભાવી પેઢી તંદુરસ્ત બને અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાય તે હેતુસર શહેરની એન. એન. શાહ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ધ્યાન શિબિર યોજવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના યોગ કોર્ડીનેટર મોનિકા ચુડાસમા દ્વારા આયોજિત આ ધ્યાન શિબિરમાં બ્રહ્માકુમારી સંસ્થા તેમજ યોગકોચ ભારતીબેન કવૈયા, સોશિયલ મીડિયા કોર્ડીનેટર પરેશભાઈ પરમાર, યોગ ટ્રેનર જલકબેન માંડલિયા તથા દર્શિતાબેન અને રૂખડભાઈનાં સહયોગ દ્વારા મોટી સંખ્યામાં લોકોએ ધ્યાનની અનુભૂતિ કરી હતી ઉલ્લેખનીય છે કે, આજના ઝડપી યુગમાં, જ્યારે આખું વિશ્વ તણાવ, અનિશ્ચિતતા અને સ્પર્ધાઓથી ઘેરાયુંલુ છે ત્યારે ભારતીય યોગ અને ધ્યાન માનવજાત માટે આશાની એક નવી દિશા દર્શાવે છે આપણા ઉપનિષદો, ભગવદ ગીતા અને પતંજલિ યોગસૂત્ર જેવા શાસ્ત્રોમાં ધ્યાન અને યોગની મહાનતા દર્શાવવામાં આવી છે યોગ અને ધ્યાનએ મનને એકચિત્ત રહે છે લોકોના મન અને વર્તનમાં સકારાત્મક પરિવર્તન આવે છે ધ્યાન એ દેશ અને વિદેશમાં ખૂબ જ પ્રચલિત છે યોગ એ ધ્યાનનું જ એક માધ્યમ છે ભારત હંમેશા સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ રહ્યું છે ત્યારે ભારત સરકારના સૂચન અને પ્રયાસોના પરિણામે યુનાઈટેડ નેશન્સ(UN) દ્વારા ૨૧ ડિસેમ્બરનાં દિવસને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે જે ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, મુખ્ય અતિથિ યુવા વિકાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અધિકારી ભરતસિંહ ગોહિલ, ચોટીલા મામલતદાર પી.બી. જોશી, શાળાનાં પ્રિન્સીપાલ કિરીટસિંહ રહેવર, બ્રહ્માકુમારી સંસ્થાનાં ભાનુભાઈ ખાવડ તથા રાઘુભાઈ ખાવડ તથા અન્ય અધિકારીઓ, કમર્ચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!