સુરેન્દ્રનગર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો
કાર્યક્રમમાં રોજગાર એનાયત પત્ર, પ્રોવિઝનલ ઓફર લેટર અને આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન માટે MOU કરવામાં આવ્યા
તા.08/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કાર્યક્રમમાં રોજગાર એનાયત પત્ર, પ્રોવિઝનલ ઓફર લેટર અને આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન માટે MOU કરવામાં આવ્યા, આજરોજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો હતો આ સમારોહમાં રોજગાર એનાયત પત્ર, પ્રોવિઝનલ ઓફર લેટર અને આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન માટે ઉદ્યોગ સાથે MOU કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાની સફરને ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભરમાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો છે ડિજિટલ અને ટેકનોલોજીના યુગમાં આઈ.ટી.આઈ. થકી વ્યવસાયલક્ષી અભ્યાસ દ્વારા વિદ્યાર્થીમાં રહેલી કુશળતા અને આવડત બહાર આવે છે આજે જિલ્લામાં ૧૧ જેટલી સરકારી આઈ.ટી.આઈ. મારફતે ૩૦૦૦ કરતાં વધારે વિદ્યાર્થીઓ તાલીમ મેળવીને ઉદ્યોગજગતને કુશળ કારીગરો પૂરા પાડી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ઉજાગર કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આજે ભારત પાસે વિશ્વનું સૌથી મોટું યુવાધન છે વિશ્વની કોઈપણ મોટી ઇન્ટરનેશનલ કંપનીઓમાં સંશોધન પાછળનું ભારતના યુવાનો વૈજ્ઞાનિકો કે એન્જિનિયરોનું ભેજુ હોય છે વડાપ્રધાન મોદી સાહેબે જ્યારે દેશનું શાસન સંભાળ્યું ત્યારે ભારત ૧૧માં ક્રમે હતું પરંતુ આજે આપણે બ્રિટનને પછાડીને વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા બની ગયા છીએ યુવાનોને આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવવા માટે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરતાં વધુમાં તેમણે જણાવ્યું હતું કે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના મંત્રને આપણે ભારતીય કારીગરોએ પરસેવો વહાવીને બનાવેલી વસ્તુઓ વાપરવાથી જ સાર્થક કરી શકીશું યુવાનોના આ પ્રયાસથી દેશ ૨૦૪૭ની રાહ જોયા વિના ૨૦૩૭માં જ વિકસિત રાષ્ટ્ર બની જશે આ કાર્યક્રમમાં આઈટીઆઈ પ્રિન્સિપાલ પી.કે.શાહ દ્વારા સ્વાગત પ્રવચન અને જીગ્નેશભાઈ વસોયા દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન માટે ડેલ પી.ડી.પમ્પસ & ગિયર્સ પ્રા.લી. વઢવાણ, ઇન્ડિયાના ઓપ્થાલમીક્સ પ્રા.લી. વઢવાણ અને રોટરી સ્ટીલ ડેવલોપમેન્ટ સેન્ટર, વઢવાણ સાથે MOU કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે આઈ.ટી.આઈ.ના કૌશલ્ય દર્પણ ઈ-મેગેઝીનનું વિમોચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાટડી ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા સમાહર્તા રાજેન્દ્રકુમાર પટેલ, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, વઢવાણ મામલતદાર બિજલભાઈ ટ્રમટા, અગ્રણી દેવાંગભાઈ રાવલ, રાકેશભાઈ ખાંદલા, વૈભવ ચોક્સી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.