હાલોલ:સરસ્વતી વિદ્યા મંદિર હાલોલ ખાતે બાળકોના શારીરિક માનસિક સામાજિક આધ્યાત્મિક વિકાસ વધારવા માટે સેમિનાર યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૯.૨૦૨૪
હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર સ્કુલ ખાતે ગુજરાતી મીડીયમ ધોરણ 1 થી 8 નું FA-1 પરિણામ રાખેલ હતું તથા સાથે સાથે ધોરણ 1 થી12 ના બાળકોના શારીરિક માનસિક સામાજિક આધ્યાત્મિક વિકાસ થાય અને બાળક પોતાના ક્ષેત્રમાં આનંદથી આગળ વધી શકે અને એક શ્રેષ્ઠ માતા પિતા તરીકે આપણે બાળકને શું આપી શકીએ છીએ? શું આપીએ છીએ અને આપવું જોઈએ આ વિષય ઉપર એક સરસ સેમિનારનું આયોજન કરેલ હતું જેમાં આ સેમિનારના શ્રેષ્ઠ વક્તા જયદીપસિંહ પૂવાર દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ હતું આ સેમિનાર દરમિયાન 200 થી વધારે વાલી અને વિદ્યાર્થીઓ ઓય હાજરી આપી હતી તથા શાળાના પ્રમુખ બંને મીડીયમ ના આચાર્ય તથા શિક્ષકોએ હાજરી આપી આ સેમિનારને સફળ બનાવ્યો હતો. સેમિનાર બાદ વાલીઓના સારા એવા પ્રસિદ્ધ પ્રતિસાદ પણ મળ્યા હતા અને ભવિષ્યમાં આવા સેમિનાર યોજવા માટે ની સૂચનો પણ આપ્યા હતા જેથી કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ માર્ગદર્શન મળી રહે.






