
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૦૧ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લામાં વરસાદી આફતના પગલે ખેડૂતોના ઉભા પાક ધોવાઈ ગયા છે, ખેતી ક્ષેત્રે પહેલી નજરે જોતા વ્યાપક નુકસાન થવા પામ્યું છે.ત્યારે ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન માટે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં કલેક્ટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા ટીમોની રચના કરવામાં આવી છે. આ વિવિધ ટીમ દ્વારા ભારે વરસાદના પગલે ખેતી અને બાગાયતી પાકોમાં થયેલ નુકસાની માટે જિલ્લાના ગામોમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.





