GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

આડા સંબંધોની શંકાએ પત્નીને જેમ ફાવે તેમ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવતા ખુન નો ગુનો દાખલ

 

તારીખ ૨૮/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

સર્વતસિંહ પ્રભાતસિંહ પરમાર દ્વારા નોંધાયેલી ફરિયાદ ની વિગત મુજબ તેઓની પુત્રી રીનાબેન ના લગ્ન છ વર્ષ પહેલા કાલોલ તાલુકાના ખડકી છગન ની મુવાડી ગામે રહેતા રાકેશભાઈ કાળુભાઈ ગોહિલ સાથે થયા હતા અને તેઓને સંતાનમાં બે છોકરીઓ છે. પતિ રાકેશભાઈને દારૂ પીવાની ટેવ હોવાથી નાની મોટી વાતો એ ઝઘડો તકરાર કરતો અને પરિણામે તેઓની પુત્રી પિતાના ઘરે આવતી અને ત્યારબાદ પતિ રાકેશભાઈ સમજાવીને હવે પછી એવું નહીં કરું તેમ કહી તેડી જતો હતો. બે માસ પહેલા તેઓની પુત્રી રીનાબેન નો ફોન આવ્યો હતો અને તેણે જણાવેલ કે પતિએ તું ફોન રાખે છે અને તું કોઈની સાથે આડા સંબંધ રાખે છે તેમ કહી માર મારેલ છે જેથીતે પિતાના ઘરે આવી હતી ત્યારબાદ અઠવાડિયા પહેલા રાકેશભાઈ કાળુભાઈ ગોહિલ ફરિયાદીના ઘરે આવેલા અને પોતાના કુટુંબમાં લગ્ન હોવાનુ જણાવી હવે પછી ઝઘડો તકરાર નહીં કરું તેવી માફી માગી રીનાબેન ને તેડી ગયો હતો. ત્યારબાદ ગત બુધવારે સાંજે સાતેક વાગ્યે રીનાબેન નો ફોન આવ્યો હતો અને જણાવેલ કે મને રાકેશે બહુ મારી છે મારાથી હલાતું ચલાતું પણ નથી જેથી રાકેશ સાથે વાત કરી કેમ મારેલ તેમ પૂછતા તેને આડા સંબંધ છે હુ તેને બાજરીના ખેતરમાંથી લાવેલ છું તેમ જણાવેલ. ત્યારબાદ રાત્રે રાકેશના ભાઈનો ફોન આવ્યો હતો અને રીના મરણ પામી છે તેમ કહેતા બીજા દિવસે ફરિયાદી પોતાના પરિવાર સાથે ખડકી ગામે આવ્યા હતા જ્યાં તેઓને પોતાની પુત્રી મરણ પામેલ હાલતમાં જોવા મળેલ અને આખા શરીરે ગંભીર ઇજાઓના નિશાન અને લોહી નીકળીને સુકાઈ ગયેલ જોવા મળેલ. જેથી કોઈક હથિયાર વડે રીબાબેનને હાથે પગે જેમ ફાવે તેમ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી દવા સારવાર માટે નહીં લઈ જતા મરણ પામ્યા હોય વેજલપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતક રીના બેન ની લાશ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મુકાવી મૃતક યુવતી ના પિતા સર્વતસિંહની ફરિયાદ આધારે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી પી.આઈ.બી.એન મોઢવાડિયા દ્વારા શરૂ કરવામાં આવી.

Back to top button
error: Content is protected !!