વેજલપુરના શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવતા કાલોલ પુરવઠા મામલતદાર દ્વારા સેમ્પલ મેળવી કાર્યવાહી હાથ ધરી.

તારીખ ૧૫/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કલોલ પુરવઠા મામલતદાર ને જાગૃત નાગરિક દ્વારા માહિતી મળેલ કે વેજલપુર ખાતે સ્ટેટ બેંક પાસે આવેલ અશોકભાઈ દશરથભાઈના ગોડાઉન માં સરકારી અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખેલ છે આધારે કાલોલ ના નાયબ મામલતદાર પુરવઠા ની ટીમ દ્વારા ચેકિંગ કરતા 6 કટ્ટા ઘઉં અને 24 કટ્ટા ચોખાના શંકાસ્પદ મળી આવ્યા હતા. મામલતદાર ની ટીમ દ્વારા શંકાસ્પદ તથા માંથી સેમ્પલ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ ગોધરા તરફથી ટેમ્પો માં સરકારી અનાજનો જથ્થો લાવવામાં આવ્યો હતો અને નાયબ મામલતદાર ની ટીમ આવતા અગાઉ ટેમ્પો ખાલી કરી રવાના થઈ ગયો હતો.વેજલપુર ગામ અનાજનું સિન્ડિકેટ હબ બની રહ્યું છે ત્યારે વેજલપુર ગામ અનાજનું સિન્ડિકેટ હબ બની રહ્યું છેવેજલપુર ગામ અનાજનું સિન્ડિકેટ હબ બની રહ્યું છે ત્યારે પંચમહાલ ના બાહોશ પુરવઠા કલેક્ટર એચ.ટી.મકવાણી બદલી થતા કાલોલ તાલુકા ના અનાજ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે કાલોલ તાલુકાના મોટા ભાગના ગામો માંથી સરકારી સસ્તા અનાજની દુકાનદારો દર મહિને વેજલપુર ગામે આવેલ ખાનગી વેપારીઓને ત્યાં ગરીબોના અનાજ માંથી કટકી કરીને ભેગું કરેલું અનાજનો કાળો કારોબાર કરી રહ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે આજે પકડાયેલ શંકાસ્પદ અનાજના જથ્થા ને કાલોલ મામલતદાર અને પુરવઠા મામલતદાર આ આ ખાનગી વેપારી સામે ક્યાં પ્રકારની કાર્યવાહી હાથ ધરશે કે પછી આ આવ ભાઈ અડગા આપડે બેઉ સરખા જેવો ઘાટ સર્જાયે ત્યારે વેજલપુર ના જાગૃત બાતમીદારે જિલ્લા પુરવઠા કલેક્ટર ને પણ જાણ કરીને સમગ્ર સ્કાસ્પદ અનાજના વિડીઓ પણ મોકલી આપ્યા હોવાની માહિતી સામે આવી છે ત્યારે હવે પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે તે હવે જોવું રહ્યું કાલોલ પુરવઠા મામલતદાર દ્વારા શંકાસ્પદ જથ્થાના સેમ્પલો લેવાયા છે પરંતુ ભૂતકાળના બનેલા બનાવોને નજરમાં રાખીએ તો રાતોરાત સેમ્પલ તેમજ દુકાનમાં નો જથ્થો બદલાઈ જાય તેવી શંકાઓ અસ્થાને નથી.





